in , ,

અમિત શાહનો કોંગ્રેસ-NCP પર પ્રહાર, કહ્યું – શા માટે કલમ 370નો કર્યો વિરોધ

  • મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણીપ્રચારમાં અમિત શાહ
  • મહારાષ્ટ્રના સાંગલી બાદ તુલજાપુરમાં જનસભા સંબોધિત કરી
  • અમિત શાહે કોંગ્રેસ અને એનસીપીને આડે હાથ લીધા

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણીપ્રચારમાં ઉતરેલા ગૃહ મંત્રી અમિત શાહે સાંગલી બાદ તુલજાપુરમાં જનસબાને સંબોધિત કરતા કોંગ્રેસને આડે હાથ લીધું હતું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ચૂક્યું છે, બે પક્ષમાં પાર્ટી વિભાજીત થઇ છે. મહારાષ્ટ્રમાં એક પાર્ટી પોતાના જ પરિવારને આગળ વધારવાની કોશિશ કરી છે જ્યારે બીજી પાર્ટી રાષ્ટ્રને સુરક્ષિત અને બહેતર બનાવવાના પ્રયાસો કરી રહી છે. અંતે પસંદગી મહારાષ્ટ્રની જનતાએ જ કરવાની છે.

અમિત શાહે કહ્યું હતું કે સ્વરાજના સંસ્કારોનો પાયો જે છત્રપતિ શિવાજી મહારાજે નાખ્યો હતો આજે એ જ રસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે. બીજી વાર પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 5 ઑગસ્ટના રોજ રાજ્યસભામાં સંસદથી પહેલા સત્ર દરમિયાન જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.

ગૃહ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પાકિસ્તાનના આતંકવાદે કાશ્મીરને તબાહ કર્યું હતું અને રાજ્યના 40000થી વધુ લોકોના મોતને અંજામ આપ્યો હતો. પીએમ મોદીએ સુનિશ્વિત કર્યું કે ભારતનો તાજ મુખ્યધારામાં શામેલ થાય અને ભારતીય સંઘનું અભિન્ન અંગ બને. અમારી સરકાર કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ લાવી તો કોંગ્રેસ અને NCPએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો. જ્યારે કોંગ્રેસ-એનસીપી તમારી પાસે મત માંગે ત્યારે તેઓને પૂછજો કે કલમ 370 હટાવવાનો વિરોધ કેમ કર્યો? શું દેશની સુરક્ષા તેઓ માટે મહત્વ નથી ધરાવતી?

તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી અને પાકિસ્તાનના લોકો સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગે છે. રાહુલ ગાંધી પણ પાકિસ્તાનની જેમ કલમ 370 અને 35A ને નાબુદ કરવાનો વિરોધ કરી રહ્યા છે. તેઓ પાસે દરેક મુદ્દા પર સમાન સ્વર અંગે હું ખુદ અસમંજસમાં છું. જ્યારથી મહારાષ્ટ્રનું ગઠન થયું ત્યારથી ખેતી, દૂધ ઉત્પાદન, ઉદ્યોગ અને રોકાણ મામલે મહારાષ્ટ્ર નંબર 1 પર હતું, પરંતુ 15 વર્ષોમાં કોંગ્રેસ અને એનસીપી સરકારે મહારાષ્ટ્રને નંબર 1થી ધકેલીને 15-16 નંબર પર કરી દીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

370 હટાવવાનો વિરોધ કરનારા યૂકેના સાંસદને મળ્યા કોંગ્રેસના નેતા,બીજેપીએ શરમ જનક ગણાવ્યું

રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહની ધરપકડ, રેલિગેરની ફરીયાદ પર દિલ્હી પોલિસની કાર્યવાહી