in ,

સમગ્ર દેશમાં લાગૂ કરાશે NRC, કોઇપણ ધર્મના લોકોને ચિંતા કરવાની જરૂર નથી – અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે સંસદમાં એલાન કર્યું છે કે સમગ્ર દેશમાં NRC લાગૂ કરાશે. કોઇપણ ધર્મના લોકોને તેનાથી ડરવાની જરૂર નથી. રાજ્યસભામાં શાહે કહ્યું કે NRCમાં ધર્મના આધાર પર લોકોને બહાર કરવાની કોઇ જોગવાઇ નથી. જો કોઇનું નામ NRCમાંથી બાકાત છે તો તે ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. જો તેમની પાસે પૈસા નથી તો આસામ સરકારના વકીલો તેને આર્થિક સહાય કરશે. જણાવી દઇએ કે આસામમાં પહેલી વાર NRC લાગૂ કરાઇ છે જેમાંથી 19 લાખ લોકો બહાર છે.

તેમણે ધર્મના આધાર પર NRCમાં ભેદભાવ થતા હોવાના આરોપોને ફગાવ્યા હતા. તેમણે આશંકા દૂર કરતા કહ્યું કે આ એક પ્રક્રિયા છે જેનાથી દેશના દરેક નાગરિક NRC લિસ્ટમાં સામેલ થઇ શકે. NRCમાં આ પ્રકારની કોઇ જોગવાઇ નથી જેના આધાર પર કહી શકાય કે ધર્મ વિશેષ લોકોને તેમાં સામેલ કરવામાં નહીં આવે.

NRC અને નાગરિક સંશોધન વિધેયક અલગ અલગ
અમિત શાહે કહ્યું હતું કે કોઇપણ નાગરિકનો ધર્મ ભલે કોઇ પણ હોય, NRC યાદીમાં સામેલ થઇ શકે છે. NRC અલગ પ્રક્રિયા છે અને નાગરિકતા સંશોધન વિધેયક પણ અલગ પ્રક્રિયા છે. તેને એક સાથે ના રાખી શકાય.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે હિંદુ, બુદ્વ, શિખ, જૈન, ખ્રિસ્તી, પારસી શરણાર્થીઓને નાગરિકતા મળશે. તે માટે સિટિઝનશિપ અમેંડમેંટ બિલ અલગથી છે જેથી આ શરણાર્થીઓને નાગરિકતા મળી શકે. તેઓને પાકિસ્તાન, બાંગ્લાદેશ તેમજ અફઘાનિસ્તાનમાં ધર્મના આધારે ભેદભાવનું શિકાર થવું પડ્યું હતું.

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Maharashtra: Fearing NCP-BJP tie-up, poaching, Sena readies MLAs for Nov 22 meet

VIRAL: સોના-ચાંદીને બદલે ટમેટાના ઝવેરાતથી સજીધજી દુલ્હન, તમે પણ જોઇ લો