NATIONALગુજરાતી

ભારતમાં ઓઇલ સપ્લાયને લઇને કોઇ મુશ્કેલી નહીં પડે, અરામકો અધિકારીઓ સાથે કરી વાતચીત: ધર્મેન્દ્ર પ્રધાન

સાઉદી અરબમાં અરામકોની તેલ રિફાઇનરી પર ડ્રોન હુમલાથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં આસમાની તેજી જોવા મળી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અરામકોના અધિકારીઓ સાથે વાતચીત કરી છે.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અરામકોની તેલ રિફાઇનરી પર હુમલા બાદ ત્યાંના ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક કરાયો છે. રિયાધમાં ભારતીય રાજદૂતે ભારતને સતત આપૂર્તિ સુનિશ્વિત કરવા માટે અરામકોના વરિષ્ઠ પ્રબંધન સાથે પણ સંપર્ક કર્યો હતો.

તેમણે કહ્યું કે અમે આપણી ક્રૂડ કંપનીઓ સાથે સપ્ટેમ્બરના મહિનામાં ક્રૂડની આપૂર્તિની સમીક્ષા કરી છે. અમને વિશ્વાસ છે કે ભારતને પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલનો પૂરવઠો મળી રહેશે. અમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ.

હકીકતમાં સાઉદી અરબમાં અરામકોના તેલ પ્લાન્ટ પર થયેલા ડ્રોન હુમલા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજીનો તરખાટ જોવા મળ્યો છે. દાવો કરાયો છે કે 14 જૂન 1991 બાદ ક્રૂડ ઓઇલની કિંમતમાં આ સૌથી મોટો ઉછાળો છે.

જાણકારો અનુસાર સાઉદી અરબમાં પ્લાન્ટમાં ક્રૂડ ઓઇલના પૂરવઠાની આપૂર્તિને સામન્ય થવામાં સમય લાગી શકે છે. આ હુમલા બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના 5 ટકા પુરવઠાને અસર થઇ છે.

Related posts
BUSINESSગુજરાતી

જુલાઇના અંત સુધી ક્રૂડ ઉત્પાદન પર કાપ મુકવા માટે ઓપેક તેમજ રશિયા સહમત

કોરોના સંકટને કારણે ક્રૂડની ઘટી ગયેલી કિંમત પાછી સ્થિર કરવા નિર્ણય ઓપેક દેશો, રશિયા અને અન્ય સાથી દેશો ઉત્પાદન પર કાપ ચાલુ…
EnglishFOODImportant StoriesINTERNATIONALNATIONALPolitical

Covid-19: Saudi starts dipping into foreign reserve to revive the economy

Mumbai: With its economy plagued by a steep downturn in oil prices and the debilitating impact of COVID-19, Saudi Arabia is dipping…
Important StoriesINTERNATIONALNATIONALPoliticalTrump

તેલ પર થઈ તકરાર, અમેરિકાએ સાઉદી અરબની ઘટાડી સુરક્ષા

સાઉદી અરેબિયા અને યુએસ વચ્ચે વધી રહેલા તનાવ વચ્ચે અમેરિકાએ સાઉદી અરેબિયાથી તેની એન્ટી-મિસાઇલ સિસ્ટમ અને કેટલાક લડાકુ વિમાનો પાછો ખેંચવાનો નિર્ણય…

Leave a Reply