in ,

આગામી લડાઇ આપણે સ્વદેશી સિસ્ટમથી લડીશું અને જીતીશું: સેના પ્રમુખ બિપિન રાવત

ડીઆરડીઓની કૉન્ફરન્સને સંબોધતા સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું હતું કે અમે ભવિષ્યની લડાઇમાં ઉપયોગી બનનાર સિસ્ટમને જોઇ રહ્યા છે. આપણે સાયબર, સ્પેસ, ઇલેક્ટ્રોનિક, રોબૉટિક અને આર્ટિફિશિયલ ટેક્નોલૉજીના વિકાસ પર ધ્યાન આપવું પડશે. ડીઆરડીઓએ દેશના સ્તર પર જરૂરિયાતોને પૂરી કરવાનું સુનિશ્વિત કર્યું છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આગામી લડાઇ અમે સ્વદેશી સિસ્ટમથી લડીશું અને જીતીશું.

ડીઆરડીઓ કૉન્ફરન્સમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું હતું કે બહેતર ઉપકરણોથી સજ્જ સેનાએ જ માનવજાતિના ભાગ્યનો નિર્ણય કર્યો છે. વધુ ટેકનિક ધરાવતી સેના જ આવું કરી શકી છે. ભારતનો પોતાનો ઇતિહાસ આ મામલે નિરાશાજનક છે. આપણે આ બાબતે રનર અપ છીએ અને રનર અપ માટે કોઇ ટ્રોફી નથી હોતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે કા તો તમે તમારા પ્રતિસ્પર્ધીઓથી બહેતર હોવ છો અથવા અસમર્થ હો છો. આજના સમયમાં આધુનિક ટેક્નોલોજી અને પૈસા જ જિયોપૉલિટિક્સને પ્રભાવિત કરે છે. જેની આ બન્ને વસ્તુ પર પકડ છે તે જ વ્યક્તિ પ્રતિસ્પર્ધીઓથી જીતી શકે છે. ટેક્નોલૉજી વધુ મહત્વપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા… કાટ ડાલેગા’, ચાર યુવાનોએ પોલીસ સ્ટેશનમાં બનાવ્યો વીડિયો

Maha Assembly polls: BJP’s manifesto promises Bharat Ratna for VD Savarkar, Jyotiba and Savitribai Phule