revoinews

લોકડાઉન 4.0: ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન, નાગરિકોને આ વાતો જાણવી છે જરૂરી

  • દેશવ્યાપી લૉકડાઉનનો ચોથો તબક્કો 18મે થી 31 મે સુધી ચાલશે
  • આ દરમિયાન રેડ ઝોનમાં આ વખતે કેટલીક છૂટછાટો અપાઇ છે
  • ગૃહ મંત્રાલયે લૉકડાઉન 4.0ને લઇને ગાઇડલાઇન્સ જાહેર કરી

દેશમાં કોરોના મહામારીનો ફેલાવો વ્યાપકપણે વધી રહ્યો છે ત્યારે દેશવ્યાપી લૉકડાઉનને વધુ 14 દિવસ સુધી લંબાવવામાં આવ્યું છે. લૉકડાઉનનું ચોથું ચરણ 18મેથી 31મે સુધી ચાલશે. ગૃહ મંત્રાલયે લૉકડાઉનના ચોથા ચરણને લઇને નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જાણો દેશવ્યાપી નવી ગાઇડલાઇન્સની 7 વાતો.

રેડ ઝોનમાં પણ ખુલશે સ્પા-પાર્લર અને સલૂન

સૌથી વધુ પ્રતિબંધ રેડઝોનમાં હોય છે, પરંતુ હવે રેડ ઝોનમાં પણ સલૂન, સ્પા અને પાર્લર ખોલવાની છૂટછાટ અપાઇ છે. તેનાથી દિલ્હીવાસીઓને ફાયદો થશે.

રાજ્યો રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન ચિન્હિત કરશે

લૉકડાઉન 4.0માં કેન્દ્ર સરકારે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન નક્કી કરવાનું કામ રાજ્ય સરકારને સોંપ્યું છે. રાજ્યોમાં કોરોનાના કેસની સ્થિતિને આધારે આ ત્રણ ઝોન નક્કી કરવામાં આવશે. દરેક રાજ્યો પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલયના માપદંડો મુજબ આ ઝોન નક્કી કરશે.

ઑટો રિક્ષા, ટેક્સી અને કેબને મળશે મંજૂરી

નવી ગાઇડલાઇન્સમાં રેડ ઝોન વિસ્તારોમાં પણ રિક્ષા, ટેક્સી તેમજ કેબ એગ્રીગેટરને પોતાનું કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે.

રાજ્ય ઈચ્છે તો બસ પરિવહન શરૂ કરી શકે છે
કન્ટેન્ટમેન્ટ ઝોનથી બહાર મુસાફરો વાહન અને બસો રાજ્યોની પરસ્પર સહમતિથી એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ શકે છે. નવી ગાઇડલાઇન્માં ગૃહ મંત્રાલયે તેની મંજૂરી આપી દીધી છે. લોકોની અવર-જવર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પોસીજર્સ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને બીજી શરતોનું પાલન કરવું પડશે.

મીઠાઇની દુકાન સહિત અન્ય દુકાન ખોલવાની મંજૂરી

લોકડાઉના ચોથા ચરણમાં મીઠાઇની દુકાન તેમજ અન્ય દુકાનો ખોલવાની મંજૂરી અપાઇ છે. પરંતુ કઇ દુકાનો ખોલાવવી છે અને ક્યાં નિયમો લાગૂ કરાશે તે રાજ્ય સરકાર જ નક્કી કરશે. એટલે કે આર્થિક પ્રવૃતિઓ પૂર્વવત થઇ શકે છે પરંતુ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

ઇ-કોર્મસથી તમામ ચીજવસ્તુની ડિલિવરી થઇ શકે છે

હવે ઇ-કોર્મસ કંપનીઓને રેડ ઝોનમાં ઓછા ઉપયોગી સામાનની ડિલિવરી કરવા માટે લીલી ઝંડી મળી ચૂકી છે. આ નિર્ણયથી દેશવાસીઓ ઇ-કોર્મસ કંપનીઓ દ્વારા મોબાઇલ અને બીજી ચીજવસ્તુઓ મંગાવી શકશે.

સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ પણ ખુલશે
ગૃહ મંત્રાલય મુજબ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સો અને સ્ટેડિયમોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ હાલ દર્શક નહીં આવી જશે. હા ખેલાડી અહીં પ્રેક્ટિસ કરી શકશે.

(સંકેત)

Related posts
revoinews

उत्तर प्रदेश : इस बार परीक्षा दिए बिना ही पास होंगे राज्य विश्वविद्यालयों के छात्र

लखनऊ, 16 मई। उत्तर प्रदेश के राज्य विश्वविद्यालयों में शैक्षणिक सत्र 2020-21 में अध्ययनरत लाखों छात्रों को बिना मुख्य व सेमेस्टर परीक्षा के…
revoinews

પશ્ચિમી દરિયાકાંઠે આવતુ તૌકાતે વાવાઝોડુ, હવાઈમથકોએ તમામ તકેદારીના પગલા લીધા

અમદાવાદ: ભારતમાં પશ્ચિમી દરિયાકાંઠે આવી રહેલા તૌકાતે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, આ વિષય સંદર્ભે બહાર પાડવામાં આવેલા ટેકનિકલ પરિપત્ર અનુસાર, ભારતીય હવાઇમથક સત્તામંડળ ખાતે…
revoinews

सपा सांसद आजम खान की हालत स्थिर, लखनऊ मेदांता के निदेशक बोले - अगले 72 घंटे बेहद अहम

लखनऊ, 12 मई। कोरोना संक्रमण से पीड़ित समाजवादी पार्टी के कद्दावर नेता और रामपुर के सांसद आजम खान की हालत गंभीर, लेकिन स्थिर…

Leave a Reply