NATIONALગુજરાતી

અહો આશ્ચર્યમ ! 75,000 રૂપિયા કિલોના ભાવે વેચાઇ આસામની સૌથી મોંઘી ‘મનોહારી ચા’

  • આસામના ગુવાહાટીમાં એક ચાનું રેકોર્ડ ભાવે થયું વેચાણ
  • ગુવાહાટી ટી ઑક્શન સેન્ટરે 75,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચાનું વેચાણ કર્યું
  • ગત વર્ષે પણ એક બ્રાન્ડની ચા આ કિંમતે વેચાઇ હતી

આપણા જીવનમાં ચાનો મહિમા તો કઇએ એટલો ઓછો છે અને દિવસની શરૂઆત જ ચા થી થાય છે અને ચા સૌથી વધુ પીવાતું ગરમ પીણું છે. આસામમાં મોટા પાયે ચાનું ઉત્પાદન થાય છે અને તેનું વેચાણ પણ થાય છે. પણ શું કોઇ ચાનું વેચાણ 75,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે થાયે તેવું તમે વિચાર્યું છે? જી હા, પરંતુ આ હકીકત છે. ગુવાહાટી ટી ઑક્શન સેન્ટરે 75,000 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ ભાવે ચાનું વેચાણ કર્યું છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુવાહાટી ટી ઓક્શન સેન્ટરએ ગુરુવારે એક સ્પેશ્યાલિટી ટીનું વેચાણ 75,000 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ ભાવે કર્યું છે. આ ચાલુ વર્ષની સૌથી ઉંચી કિંમત છે. ગુવાહાટી ટી ઓક્શન બાયર્સ એસોસિએશનના સચિવ બિહાનીએ કહ્યું હતું કે, પાછલા વર્ષે પણ એક અન્ય બ્રાન્ડની ચા આ કિંમતે વેચાઇ હતી.

બિહાનીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે મનોહારી ગોલ્ડ સ્પેશિયાલ્ટી ટીનું વેચાણ કન્ટેમ્પરરી બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડે કર્યું અને તેની ખરીદી ગુવાહાટીના ટી ટ્રેડર વિષ્ણુ ટી કંપનીએ કરી. GTABAએ પોતાના ડિજીટલ ઇ-કોમર્સ વેબસાઇટ 9amtea.com દ્વારા વિશ્વમાં આ ચાનું વેચાણ કરશે. આ માર્કાની ચાને ગત વર્ષે 50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનું રેકોર્ડ પ્રાઇઝ મળ્યું હતું. આ રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો.

આપને જણાવી દઇએ કે એક્સોટિક ટીની ઓળખ તેની સુંગધ, સ્વાદ અને રંગથી કરવામાં આવે છે. ગત વર્ષે 13 ઑગસ્ટે એક અન્ય માર્કવી અસમ ચાયે ઉંચી પ્રાઇઝનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે અસમના ડિકોમ ટી એસ્ટેટે પોતાની ગોલ્ડન બટરફ્લાઇ ટીને GTACમાં 75000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ કિંમતે વેચી હતી.

(સંકેત)

Related posts
BUSINESSગુજરાતી

ભારતીય નૌસેનાનું સામર્થ્ય વધશે, સ્વદેશી સબમરિન ખરીદવાની સરકારની તૈયારી

ભારત-ચીન સરહદી તણાવ વચ્ચે ભારત સૈન્ય ક્ષમતાનો કરશે વિસ્તાર ભારતીય નૌસેના માટે સરકાર 3.5 લાખ કરોડ ખર્ચશે ભારતીય નૌસેના આગામી 10 વર્ષમાં…
BUSINESSગુજરાતી

મકાનમાલિકો અને ભાડૂતો માટે આવી રહ્યો છે નવો કાયદો, જાણો કાયદામાં શું છે જોગવાઇ

મકાન માલિક અને ભાડૂતો માટે આવી રહ્યો છે નવો કાયદો સરકાર ટૂંક સમયમાં મોડેલ ટેનન્સી એક્ટ લાવી રહી છે આ એક્ટમાં મકાનમાલિક…
NATIONALગુજરાતી

મોટર વ્હીકલના નિયમોમાં થશે ફેરફાર, તમારા વાહનની નોંધણીના નિયમો બદલાશે

દેશના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ રૂલ્સમાં થશે ફેરફાર વાહનોના માલિકોનો હકના ટ્રાન્સફર હવે સરળતાપૂર્વક થઇ શકશે રજિસ્ટ્રેશનના સમયે વાહનના માલિકને…

Leave a Reply