1. Home
  2. revoinews
  3. અયોધ્યા મામલો: મસ્જિદના અવશેષો અમને સોંપવામાં આવે, બાબરી મસ્જિદ એક્શન કમિટીની SCમાં માગણી
અયોધ્યા મામલો: મસ્જિદના અવશેષો અમને સોંપવામાં આવે, બાબરી મસ્જિદ એક્શન કમિટીની SCમાં માગણી

અયોધ્યા મામલો: મસ્જિદના અવશેષો અમને સોંપવામાં આવે, બાબરી મસ્જિદ એક્શન કમિટીની SCમાં માગણી

0

ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં બાબરી મસ્જિદ એક્શન સમિતિએ માંગ કરી છે કે મસ્જિદના અવશેષો સમિતિને સોંપવામાં આવે. બાબરી એક્શન સમિતિ સાથે સંકળાયેલા સૂત્રોનુસાર બાબરી મસ્જિદનો ભાગ હજુ ત્યાં હાજર છે.

બાબરી મસ્જિદ એક્શન કમિટી સાથે જોડાયેલા સૂત્રોનુસાર અયોધ્યા મામલે સુનાવણી દરમિયાન મસ્જિદોના અવશેષોનું શું કામ હશે તે અંગે ક્યારેય ઉલ્લેખ કરાયો નથી. હવે જ્યારે અવશેષ હટાવવામાં આવી રહ્યા છે ત્યારે તે અવશેષ તેઓને સોંપવામાં આવે.

તદુપરાંત બાબરી એક્શન કમિટી અયોધ્યા કેસમાં SCમાં ઉપચારાત્મક અરજી પણ કરશે. ક્યૂરેટિવ અરજી સાથે એક અરજી વધુ કરાશે જેમાં બાબરી મસ્જિદના અવશેષો સોંપવાની માંગણી કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 2 ડિસેમ્બરના રોજ અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ કેસમાં SCમાં પ્રથમ પુનર્વિચાર અરજી દાખલ કરાઇ હતી. પક્ષના એમ સિદ્દીકીએ કોર્ટમાં 217 પાનાની પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. સિદ્દીકીએ બંધારણીય પીઠના આદેશ પર રોક લગાવવાની માંગ કરી હતી. જેમાં અદાલતે વિવાદિત જમીનને રામ મંદિરની તરફેણમાં આપી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT