in , ,

ડિફેન્સ કંપનીઓના 7000 કર્મચારીઓનું દેશવ્યાપી પ્રદર્શન, ઉત્પાદન ઠપ થવાનો ખતરો

મહારાષ્ટ્રના પુણે સ્થિત ત્રણ ડિફેન્સ કંપનીઓના 7000 કર્મચારીઓ મંગળવારે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનમાં શામેલ થશે. તેને કારણે આ ત્રણ કંપનીઓમાં ડિફેન્સ પ્રોડક્શન ઠપ થવાનો ખતરો તોળાઇ રહ્યો છે. સરકારના ઓર્ડિનન્સ કંપનીઓના ખાનગીકરણના પ્રસ્તાવિત નિર્ણય વિરુદ્વ આ દેખાવો થશે.

જણાવી દઇએ કે પુણેમાં Ammunition Factory, ખાદકી, High Explosive Factory અને Ordanance Facory સ્થિત છે. આ ત્રણેય કંપનીઓ યૂનિયન ઑલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયીઝ ફેડરેશન, ઇન્ડિયન નેશનલ ડિફેન્સ વર્કર્સ ફેડરેશન તેમજ ભારતીય પ્રતિરક્ષા મજૂર સંઘ દ્વારા આનુષાંગિક છે. આ ત્રણેય યુનિયનના કર્મચારીઓ આ પ્રદર્શનમાં ભાગ લેશે. તે ઉપરાંત અધિકારીઓની પણ અનેક યુનિયનો આ વિરોધ પ્રદર્શનનું સમર્થન કરશે.

આ ત્રણ યુનિયનના મહાસચિવો દ્વારા કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં કહેવાયું છે કે જો ઓર્ડિનેસ કંપનીઓનું ખાનગીકરણ થશે તો તેનાથી 82000 કર્મચારીઓ અને તેના પરિવારજનોનું ભવિષ્ય પ્રભાવિત થશે. તેમાંથી 44000 કર્મચારીઓને તો 2004 બાદ જ નોકરી મળી છે. આ બધા કર્મચારીઓએ આશા અને અપેક્ષા સાથે ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોડાયા છે. તેમનો પેન્શનનો અધિકાર છીનવાયો છે. આ સ્થિતિમાં ખાનગીકરણથી આ કર્મચારીઓની નોકરી પર ખતરો તોળાશે. તેથી સરકાર ખાનગીકરણનો નિર્ણય પાછો ખેંચે તે આવશ્યક છે.

જણાવી દઇએ કે જુલાઇના અંતિમ સપ્તાહથી ડિફેન્સના કર્મચારીઓ દેખાવો કરી રહ્યા છે, જે એક મહિના સુધી ચાલશે. પુણેમાં ઓર્ડિનન્સ ફેક્ટરીઓના ફાયર બ્રિગેડ, મેડિકલ સ્ટાફ અને દેખરેખ સ્ટાફને છોડીને બધો જ સ્ટાફ વિરોધ પ્રદર્શનમાં શામેલ થશે. તેના કારણે આ કંપનીઓમાં ઉત્પાદનની કામગીરી ઠપ થશે અને તે પ્રભાવિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસની આવક શરૂઃ ખેડૂતોને સારા ભાવ મળવાની આશા

દુબઈમાં રહેનાર NRI ભારતમાં 5અરબ ડોલરનું રોકાણઃજાણો કોણ છે આ અરબપતિ અને શેમાં કરી રહ્યા છે રોકાણ