in , ,

મેહુલ ચોક્સીને લઇને વધુ એક મોટો ખુલાસો, પંજાબ એન્ડ સિંધ બેંકને 44.1 કરોડનો ચુનો લગાડ્યો

પંજાબ એન્ડ સિંધ બેંકે શનિવારે ખુલાસો કર્યો હતો ભાગેડુ હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીએ સાર્વજનિક ક્ષેત્રની બેંકથી 44.1 કરોડ રૂપિયાની ઠગાઇ કરી છે. પહેલીવાર બેંકે ચોક્સી દ્વારા ડિફૉલ્ટ વિશે ખુલીને જાણકારી આપી છે.

બેંકે કહ્યું હતું કે ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડે તેઓ પાસેથી લોન લીધી હતી. ચોક્સી કંપનીમાં નિર્દેશક ઉપરાંત ગેરેંટર પણ હતા. જ્યારે ચોક્સીએ લોન રકમની ચૂકવણી ના કરી તો 31 માર્ચ, 2018ના રોજ પીએસીએ તેને એનપીએમાં તબદીલ કરી હતી. બેંકે ચોક્સીને લોન રકમ અને વ્યાજ અને અન્ય શુલ્કોને 23 ઑક્ટોબર 2018 સુધી ભરવાની સૂચના આપી હતી, પરંતુ જ્યારે લોનની ચૂકવણી ના થઇ ત્યારે બેંકે 17 સપ્ટેમ્બર, 2019ના રોજ ચોક્સીને વિલફુલ ડિફોલ્ટર ઘોષિત કર્યો હતો.

જણાવી દઇએ કે સીબીઆઇએ ગત ગુરુવારે અદાલતમાં મેહુલ ચોક્સીને પીએનબી ગોટાળામાં ભાગેડુ ઘોષિત કરવાનો આગ્રહ કર્યો હતો. CBIએ કહ્યું કે ચોક્સી બિનજામીનપાત્ર વોરંટનો જવાબ દેવામાં નિષ્ફળ રહ્યા છે, તેથી તેને ભાગેડુ ઘોષિત કરવાની અને તેમની સંપત્તિ જપ્ત કરવાની પરવાનગી અપાય.

એજન્સીએ કહ્યું હતું કે ચોક્સીએ એન્ટિગુઆની નાગરિક્તા રાખી છે જેથી કરીને અદાલતે જારી કરેલા વોરંટથી બચી શકે. સીબીઆઇના વકીલ એ લિમોસિને કહ્યું કે આરોપી ફરાર છે, તેમની પૂછપરછ કરવી અમારો અધિકાર છે. જો કે અદાલતે મામલાની આગામી સુનાવણી 17 ઑક્ટોબર સુધી ટાળી છે.

જણાવી દઇએ કે અંદાજે 13 હજાર કરોડ રૂપિયાના પીએનબી ગોટાળામાં મુખ્ય આરોપી જ્વેલર નીરવ મોદીના મેહુલ ચોક્સી મામા છે, આ ગોટાળાનો ખુલાસો જાન્યુઆરી 2018માં થયો હતો. મેહુલ ચોક્સીએ પીએનબી ઘોટાળાના ખુલાસા પહેલા જ નવેમ્બર 2017માં કેરેબિયન દ્વીપ એન્ટિગુઆની નાગરિકતા ગ્રહણ કરી હતી.

મહત્વપૂર્ણ છે કે અગાઉ જૂન માસમાં એન્ટિગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનીએ કહ્યું હતું કે ભારતીય બેંક સાથે છેતરપિંડીના મામલામાં ફરાર મેહુલ ચોક્સીની નાગરિકતા રદ કરવામાં આવે તેવી સંભાવના છે, તેથી હવે તેનું ભારતમાં પ્રત્યાર્પણ શક્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Day-2: Kashmir issue not discussed during Modi-Xi informal meet

કચ્છના હરામી નાળા પાસેથી 5 બિનવારસી પાકિસ્તાની બોટ મળી, આતંકીઓની ઘૂસણખોરીની આશંકા