NATIONALREGIONALગુજરાતી

સી.આર.પાટીલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર કર્યો ગ્રહણ

  • સી.આર.પાટીલે વિજય મુર્હતમાં પ્રદેશ પ્રમુખનો પદભાર કર્યો ગ્રહણ
  • પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીએ સવા રૂપિયો-શ્રીફળ આપીને પદભાર સોંપ્યો
  • સીએમ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રહ્યા ઉપસ્થિત

નવસારીના સાંસદ સી.આર.પાટિલે આજે સવારે વિજય મુર્હતમાં 12:39 કલાકે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટિલનું નિયુક્તિ કરાઇ છે. સી.આર.પાટીલ એક કુશળ સંગઠક હોવા ઉપરાંત ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પીએમ મોદીના નિકટવર્તી છે.

ભાજપની જે પરંપરા છે તે મુજબ પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીએ સી.આર.પાટીલને સવા રૂપિયો અને શ્રીફળ આપીને પદભાર સોંપ્યો હતો. પદભાર ગ્રહણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સી.આર.પાટીલ ભાજપના નવસારી લોકસભા મતવિસ્તારના સાંસદ છે અને લોકસભાની હાઉસિંગ કમિટીના અધ્યક્ષ છે. સી.આર.પાટીલના પદભાર ગ્રહણ સાથે જ ગાંધીનગરમાં રૂપાણી કેબિનેટમાં વિસ્તરણની અટકળોએ જોર પકડ્યું છે. કેબિનેટમાં નવા ચહેરા સામેલ થાય તેવી સંભાવના છે. જેમાં પ્રદેશના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીને પણ નવી જવાબદારી સોંપાય તેવી શક્યતા જોવા મળી રહી છે. તે ઉપરાંત સરકારમાં સંસદીય સચિવોની પણ નિયુક્તિ થઇ શકે છે.

(સંકેત)

 

Related posts
BUSINESSગુજરાતી

ભારતીય નૌસેનાનું સામર્થ્ય વધશે, સ્વદેશી સબમરિન ખરીદવાની સરકારની તૈયારી

ભારત-ચીન સરહદી તણાવ વચ્ચે ભારત સૈન્ય ક્ષમતાનો કરશે વિસ્તાર ભારતીય નૌસેના માટે સરકાર 3.5 લાખ કરોડ ખર્ચશે ભારતીય નૌસેના આગામી 10 વર્ષમાં…
REGIONALગુજરાતી

રાજકોટ અગ્નિકાંડ: પ્રાથમિક તપાસમાં ખુલાસો, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં આગ લાગી હોવાની શક્યતા

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં ખુલાસો કોવિડના કોઈ ઈક્વિપમેન્ટમાં આગ લાગી હોઈ શકે છે: એકે રાકેશ સ્પાર્ક ક્યાંથી…
REGIONALગુજરાતી

PM મોદીએ કેડિલા પ્લાન્ટમાં બનેલી કોરોના રસીના પ્રેઝન્ટેશનની કરી સમીક્ષા

PM મોદી અમદાવાદ સ્થિત કેડિલા પ્લાન્ટ પહોંચ્યા, અહીં રસીનું કરશે વ્યક્તિગત નિરીક્ષણ અમદાવાદ બાદ પીએમ મોદી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અને પૂણે…

Leave a Reply