1. Home
  2. ગુજરાતી
  3. કાશ્મીરીઓને પ્રભાવિત કર્યા વગર આંતકીઓને સરકાર ના રોકી શકે – વિદેશ મંત્રી એસ જયશંકર
કાશ્મીરીઓને પ્રભાવિત કર્યા વગર આંતકીઓને સરકાર ના રોકી શકે – વિદેશ મંત્રી એસ જયશંકર

કાશ્મીરીઓને પ્રભાવિત કર્યા વગર આંતકીઓને સરકાર ના રોકી શકે – વિદેશ મંત્રી એસ જયશંકર

0
  • જમ્મૂ કાશ્મીર મુદ્દે સરકારનો બચાવ કરતા વિદેશ મંત્રી એસ જયશંકર
  • આતંકીઓનો પારસ્પરિક સંપર્ક રોકવા માટે ટેલિફોન પ્રતિબંધ જરૂરી
  • પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓને ના રોકે ત્યાં સુધી વાતચીત અશક્ય

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ પણ અનેક પ્રકારની પાબંધીઓ છે. તેના કારણે ત્યાંના નાગરિકોને રોજિંદા કામકાજો કરવામાં પણ અનેક અડચણો આવી રહી છે. આ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે કાશ્મીરમાં ઇન્ટરનેટ અને ટેલિફોન જોડાણ પર લાગેલા પ્રતિબંધોને લઇને સરકારનો બચાવ કર્યો છે. જયશંકરે કહ્યું હતું કે કલમ 370 હટ્યા બાદ કાનૂન વ્યવસ્થા અને સુરક્ષા સરકારની પ્રાથમિક્તા છે. આંતકીઓનો તેના આકાઓ સાથેનો સંપર્ક રોકવા માટે ઇન્ટરનેટ અને મોબાઇલ જોડાણો પર પ્રતિબંધ લાદવો આવશ્યક પગલું હતું.

વિદેશ મંત્રી એસ જયશંકરે વધુમાં ઉમેર્યું હતું કે કાશ્મીરઓને પ્રભાવિત કર્યા વગર આતંકીઓને તેના આકા સાથે સંપર્ક કરતા રોકવા અશક્ય હતું. માત્ર આતંકીઓ અને તેના આકાઓ સાથેના સંપર્ક પર પ્રતિબંધ લગાવાયા અને બાકી કાશ્મીરીઓ માટે ઇન્ટરનેટ સુવિધા ચાલુ રહે તે કેવી રીતે શક્ય છે. જાહેર રીતે એ શક્ય નથી.

રશિયા, પોલેન્ડ અને હંગેરીના પ્રવાસ બાદ બ્રુસેલ્સ પહોંચેલા વિદેશ મંત્રી જયશંકરે પોતાનો મંતવ્ય રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન તેની જમીન પર આતંકવાદી ગતિવિધિઓને રોકશે નહીં, ત્યાં સુધી ભારત તેની સાથે કોઇપણ મુદ્દે વાતચીત કરવા માટે તૈયાર નથી.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના કાશ્મીર મુદ્દે કેટલીક શરતો સાથે વાતચીતના પ્રસ્તાવને ઠુકરાવતા જયશંકરે કહ્યું હતું કે પાકિસ્તાન ખુલ્લેઆમ તેની જમીન પર આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેવામાં ભારત તેની સાથે કોઇપણ મુદ્દે વાતચીત ના કરી શકે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.