in ,

ICAI CA Result 2019: પરિણામ થયું જાહેર, આ રીતે આપનું પરિણામ ચેક કરો

ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઑફ ઇન્ડિયા એ ચાર્ટર્ડ એકાઉન્ટંટ (CA), સીએ ફાઉન્ડેશન (old and new course) ના પરિણામની જાહેરાત કરી છે. પરીક્ષાર્થીઓ આ માટે ICAI ની અધિકૃત વેબસાઇટ icaiexam.icai.org પર તેનું પરિણામ ચેક કરી શકે છે.

જણાવી દઇએ કે, ICAI એ જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં પરિણામ જાહેર થશે. પરિણામની સાથોસાથ મેરિટ લિસ્ટ પણ જારી કરાયું છે.

આ વેબસાઇટ્સ પર આપનું પરિણામ ચેક કરો

icai.nic.in,

icaiexam.icite.org

caresults icai.org

જે પરીક્ષાર્થીઓ એ પરીક્ષા આપી છે તેઓએ રિઝલ્ટ ચકાસવા માટે તેના રોલ નંબરની સાથોસાથ તેનો રજિસ્ટ્રેશન નંબર અથવા પિન નંબર પણ ઉમેરવો પડશે. ઇમેઇલ મારફતે પરિણામ પ્રાપ્ત કરવા માટે રજિસ્ટ્રેશન કરવું આવશ્યક છે. રજિસ્ટ્રેશન માટે અધિકૃત વેબસાઇટ icaiexam.icai.org પર જવું પડશે.

આ રીતે SMS થી રિઝલ્ટ ચેક કરો
તે ઉપરાંત પરીક્ષાર્થી SMS ના માધ્યમથી પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. પોતાનું SMS રિઝલ્ટ ચેક કરવા માટે CACPT બાદ જગ્યા છોડીને છ અંકનો રોલ નંબર લખો અને તેને 58888 પર મોકલો.

ICAI CA Foundation, Final results 2019: આ રીતે કરો ચેક
1 – સૌથી પહેલા અધિકૃત વેબસાઇટ icai.org પર લોગ ઇન કરો.
2 – “CA Final Result 2019, CA Result 2019” પર ક્લિક કરો.
3 – પોતાનો રજિસ્ટ્રેશન નંબર અથવા પિન નંબર દાખલ કરો.
4 – આપની સંપૂર્ણ જાણકારી ભરો.
5 – રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે, તેની પ્રિન્ટ આઉટ લઇ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

UN ના કાર્યક્રમમાં પાકિસ્તાની રાજદૂત મલીહા લોધીને એક શખ્સે આડેહાથ લીધીઃકહ્યું ‘તમે બધા ચોર છો’

અરુંધતિ રૉય, મમતા બેનર્જી, કોંગ્રેસ પાકિસ્તાનના એજન્ડામાં ‘મદદગાર’! , કાશ્મીર પર પાકિસ્તાનના સેનેટરનું કબૂલાતનામું