in , ,

354 કરોડ રૂપિયાના બેંક ઘોટાળામાં રતુલ પુરી વિરુદ્વ CBIએ દાખલ કર્યો કેસ

CBI એ 354 કરોડ રૂપિયાના બેંક ઘોટાળામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રતુલ પુરી વિરુદ્વ કેસ દાખલ કર્યો છે. તપાસ એજન્સીના અધિકારી મુજબ MBIL ના એમડી દીપક પુરી, કંપનીના નિર્દેશક તેમની પત્ની નીતા પુરી, MBIL ના પૂર્વ કાર્યકારી નિર્દેશક અને તેના પુત્ર રતુલ પુરી વિરુદ્વ આર્થિક છેતરપીંડીનો કેસ દાખલ કરાયો છે.

અધિકારીઓ મુજબ કંપનીના નિર્દેશક સંજય જૈન, વિનીત શર્મા અને અન્ય અજ્ઞાત સરકારી કર્મચારીઓ અને અન્ય વ્યક્તિઓ વિરુદ્વ પણ ગુનાહિત ષડયંત્ર રચવાનો મામલો દાખલ કરાયો છે. સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયાના ઉપ મહાપ્રબંધક મુરલી છેત્રીની ફરીયાદને આધારે આ બધા જ લોકો વિરુદ્વ કેસ દાખલ કરવામાં આવ્યો છે. છેત્રીએ તેની ફરીયાદમાં આ બધા જ આરોપીઓએ બેંક સાથે 354 કરોડની છેતરપીંડી કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

પુરી પર લાંચ લેવાનો આરોપ
રતુલ પુરી અગસ્તા વેસ્ટલેન્ડ મામલે પણ તપાસના દાયરામાં છે. રતુલ પુરી પર તેની કંપની મારફતે કથિતપણે લાંચ લેવાનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો આરોપ છે કે રતુલ પુરીની માલિકી હેઠળની કંપનીથી જોડાયેલા ખાતાઓનો ઉપયોગ લાંચ લેવા માટે કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાતમાં હવે 50 માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની બેગના વપરાશ પર પ્રતિબંધ

અમદાવાદમાં AMTS બસમાં આગઃ મોટી જાનહાની ટળી