1. Home
  2. ગુજરાતી
  3. ભારત-પાકિસ્તાન વચ્ચે સારા સંબંધ ઇચ્છે છે ચીન, શાંતિ માટે બન્ને દેશો સાથે આવે – ચીન
ભારત-પાકિસ્તાન વચ્ચે સારા સંબંધ ઇચ્છે છે ચીન, શાંતિ માટે બન્ને દેશો સાથે આવે – ચીન

ભારત-પાકિસ્તાન વચ્ચે સારા સંબંધ ઇચ્છે છે ચીન, શાંતિ માટે બન્ને દેશો સાથે આવે – ચીન

0
  • ચીની રાજદૂતે કહ્યું કે ભારત, પાકિસ્તાન અને ચીનના સંબંધ બહેતર થાય
  • તેમણે કહ્યું કે ભારત અને ચીને પોતાના મતભેદ સંયુક્તપણે ઉકેલવા જોઇએ

ભારતમાં ચીની રાજદૂત સુન વીદોંગે કહ્યું કે ચીન ઇચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધ સ્થાપિત થાય. તેમણે વધુમાં કહ્યું હતું કે શાંતિ માટે ભારત-પાકિસ્તાન સાથે આવે. તે ઉપરાંત ચીન અને ભારત વચ્ચે મુખ્ય મુદ્દાઓ પર સમયસર રણનીતિક સંવાદ થાય તે પણ આવશ્યક છે.

તે ઉપરાંત ભારત-ચીનના સંબંધોને લઇને તેમણે કહ્યું કે બન્ને દેશોએ એક-બીજાના મૂળ હિતોનું સમ્માન કરવું જોઇએ. તેમણે વધુમાં ઉમેર્યું કે ચીન અને ભારતે પોતાના મતભેદને ઉકેલવા જોઇએ અને મતભેદની અસર બન્ને દેશોના સંબંધો-સહયોગ પર ના પડવી જોઇએ.

સુન વીદોંગે કહ્યું કે ચીન અને ભારત બન્ને મહત્વપૂર્ણ દેશો છે. બન્ને દેશોના નેતાઓ વચ્ચે ખૂબજ મહત્વપૂર્ણ વાતચીત થઇ છે. ભારત પણ એ વાત માટે રાજી છે કે બન્ને દેશોએ એકબીજાના હિતોને ધ્યાનમાં રાખવા જોઇએ. બન્નેએ પોતાના મુદ્દાને સારી રીતે મેનેજ કરવા જોઇએ અને મતભેદને ઉકેલવા જોઇએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.