1. Home
  2. ગુજરાતી
  3. કોરોના વાયરસ: ચીનથી પરત ફરેલા 1789 યાત્રીઓનું મુંબઇ એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ, બે શંકાસ્પદ મુસાફરોને મેડિકલ ઓર્બઝર્વેશનમાં રખાયા
કોરોના વાયરસ: ચીનથી પરત ફરેલા 1789 યાત્રીઓનું મુંબઇ એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ, બે શંકાસ્પદ મુસાફરોને મેડિકલ ઓર્બઝર્વેશનમાં રખાયા

કોરોના વાયરસ: ચીનથી પરત ફરેલા 1789 યાત્રીઓનું મુંબઇ એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ, બે શંકાસ્પદ મુસાફરોને મેડિકલ ઓર્બઝર્વેશનમાં રખાયા

0

એક તરફ ચીનમાં કોરોના વાયરસની દહેશત સતત વધી રહી છે અને ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ ભારતમાં પણ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારતમાં દિલ્હી, મુંબઇ, કોલકાતા સહિતના 7 એરપોર્ટ પર ચીનથી આવનાર યાત્રીઓની મેડિકલ તપાસ હાલમાં કરવામાં આવી રહી છે.

મુંબઇ એરપોર્ટ પર અત્યાર સુધી 5 દિવસમાં કુલ 1789 યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી 2 મુસાફરોને ઇન્ફેક્શન હોવાની શક્યતા છે. તેઓને હાલમાં કસ્તુરબા ગાંધી હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

મહત્વનું છે કે ચીનમાં આ જીવલેણ કોરોના વાયરસ પહેલીવાર વુહાનમાં વર્ષ 2019માં સામે આવ્યો હતો. ચીનમાં અત્યારસુધી આ વાયરસના 830 કેસ સામે આવ્યા છે. આ સિવાય 20 રાજ્યોમાં 1072 લોકોને આ વાયરસનું ઇન્ફેક્શન હોવાની શક્યતા છે. ગુરુવાર સુધીમાં ચીનમાં આ વાયરસના કારણે 25 લોકોના મોત થયા છે. ચીનના 5 શહેરોમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. વુહાનના 90 લાખ લોકો સહિત કુલ 2 કરોડ લોકોની બહારની દુનિયા સાથેનો સંપર્ક કટ કરી દેવામાં આવ્યો છે. ત્યાં બસો, ટ્રેનો અને ફ્લાઇટ સેવા પણ રદ કરવામાં આવી છે.

માનવામાં આવે છે કે વાયરસ જાનવરથી ફેલાયો છે
અમેરિકાના 5 એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. લંડનમાં મોસ્કો સુધી એરપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે. WHOએ ખુલાસો કર્યો છે કે, પ્રભાવિત લોકો સંપર્કમાં આવતા ઈન્ફેક્શન ફેલાવાની શક્યતા છે. માનવામાં આવે છે કે, આ વાયરસ જાનવરથી ફેલાયો છે. ચીનના સ્વાસ્થય વિભાગના સીનિયર અધિકારી ગાઓ ફૂએ કહ્યું કે, અમે પહેલેથી જ જાણીએ છીએ કે આ બીમારી એક એવી જગ્યાથી વીકસી છે જ્યાં ગેરકાયદે રીતે જંગલી જાનવરોનું ખરીદ-વેચાણ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.