in ,

ભારતે ચીનથી આયાત થતો માલ અટકાવ્યો, ફાર્મા-ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં ફફડાટ

  • ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવની વેપાર પર અસર
  • ચીનથી આયાત કરાયેલો માલ હવે ભારતના પોર્ટ પર સલવાયો
  • ફાર્મા સેક્ટર સહિતના સેક્ટરોએ સરકારને સમસ્યાનું નિવારણ લાવવા કરી અપીલ

ભારત અને ચીન વચ્ચે સરહદે જે તણાવ જોવા મળી રહ્યો છે તેની સીધી અસર બન્ને દેશો વચ્ચેના વેપાર પર પણ પડી રહી છે. સમગ્ર ભારતમાં ચીની વસ્તુઓનો વિરોધ થઇ રહ્યો છે. ચીનથી ભારત આયાત થઇ રહેલા માલસામાનને પણ હવે પોર્ટ પર અટકાવવામાં આવી રહ્યો છે.

આ માલસામાનમાં ચીનીથી આવતા અતિજરૂરી API, મોબાઇલ ફોન, અન્ય રો મટીરિયલ અને અન્ય પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. કન્સાઇનમેન્ટમાં મોડું થઇ રહ્યું છે અને ડિલિવરી આપવામાં સમય વેડફાઇ રહ્યો છે અને કારણ હજુ અકબંધ છે. કોઈ પાસે નક્કર જવાબ નથી, માત્ર એક લડત માટે દેશના વેપાર અને વેપારીઓના કરોડો-અબજો રૂપિયા સલવાઈ રહ્યાં છે.

ભારતના ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના વડા દિનેશ દુઆ ખુદે આ ફરિયાદ કરી છે. છેલ્લા પાંચ દિવસથી ચીનથી આવેલ કોઇ જ શિપમેન્ટની ડિલિવરી નથી મળી.

માત્ર ભારતના ફાર્મા સેક્ટરે જ નહીં પરંતુ, ઇલેક્ટ્રોનિક અને રમકડાં બજારે પણ સરકારને આ અંગે ફરિયાગો કરી છે અને ઝડપથી આ સમસ્યાના નિવારણ માટે જરૂરી પગલાં લેવા માટે અપીલ કરી છે.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ઇરાન: તહેરાનમાં ભીષણ વિસ્ફોટ, 19નાં મોત, અન્ય કેટલાક ઇજાગ્રસ્ત

દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક, સપાટી 318.60 ફૂટ નોંધાઈ