in ,

ચપ્પલમાંથી પકડાયો 7 લાખનો ગાંજો, CIFS એ કરી શખ્સની ધરપકડ

કેરળના કન્નૂર એરપોર્ટ પરથી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) ના જવાનોએ મોટી માત્રામાં ગાંજો જપ્ત કર્યો છે. હકીકતમાં, એક શખ્સે તેના ચપ્પલમાં 910 ગ્રામ જેટલો ગાંજો છુપાડ્યો હતો અને તેને લઇને જઇ રહ્યો હતો. તપાસ દરમિયાન CISF ના જવાનોએ ગાંજો જપ્ત કરી તેની અટકાયત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આ શખ્સે ગાંજો વરખમાં લપેટીને ચપ્પલમાં એ રીતે છુપાડ્યો હતો કે કોઇની નજરમાં ના આવે. તેમ છતાં તે પકડાઇ ગયો હતો. યાત્રિક પાસેથી જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂ.7 લાખની આસપાસ હોવાનું મનાય છે.

જાણકારી મુજબ જે શખ્સ પાસેથી ગાંજો જપ્ત કરાયો છે તેનું નામ અજાસ વલિયાબલ્લાથ છે. CISF એ આ શખ્સને ગાંજા સહિત નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોને હવાલે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બોલિવૂડ અભિનેતા ઈરફાન ખાનની ફિલ્મ “અંગ્રેજી મિડીયમ”નું શૂટિંગ પુરું થયુંઃ હોનીનો ઈરફાનને લેટર

ચંદ્રયાન-2માં ટેકનિકલ ખામી સર્જાતા લોન્ચિંગ રોકાયું : વ્હીકલના મશીનમાં સર્જાઈ ખામી