1. Home
  2. revoinews
  3. નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ડિસેમ્બરમાં થશે શરૂ, 2 વર્ષમાં થશે નિર્માણ
નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ડિસેમ્બરમાં થશે શરૂ, 2 વર્ષમાં થશે નિર્માણ

નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ડિસેમ્બરમાં થશે શરૂ, 2 વર્ષમાં થશે નિર્માણ

0
  • નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ડિસેમ્બરમાં શરૂ થશે
  • વર્ષ 2022ની દિવાળી સુધી ભવન તૈયાર થઇ જવાનો અંદાજ
  • નવા સંસદ ભવનનું ડિસેમ્બરમાં ભૂમિપૂજન થશે

નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ડિસેમ્બરમાં શરૂ થશે અને વર્ષ 2022ની દિવાળી વખતે આ ભવન તૈયાર થઇ જવાનો અંદાજ છે. આ અંગે લોકસભા સેક્રેટેરિયટે જણાવ્યું હતું કે, સૂચિત ગાળામાં સંસદના સત્રો અવરોધ વગર ચાલું રહે તેના તમામ પગલાં લેવાયા છે. નવા સંસદભવનના બાંધકામ વખતે હવા અને અવાજનું પ્રદૂષણ નિયંત્રિત કરવાના પૂરતા પગલાં પણ લેવાયા છે.

કેવી હશે સુવિધા

નવા સંસદ ભવનમાં સુવિધા વિશે વાત કરીએ તો તમામ MPsને અલાયદી ઓફિસ મળશે અને ‘પેપરલેસ ઓફિસ’ના ભાગરૂપે તે લેટેસ્ટ ડિજીટલ ઇક્વિપમેન્ટ્સ અને ટેક્નોલોજીથી સજ્જ હશે. નવા ઇમારતમાં ભઆરતનો લોકશાહી વારસો દર્શાવવા ભવ્ય બંધારણ હોલનું પણ નિર્માણ કરાશે. ઉપરાંત તેમાં, MPs માટે લાઉન્જ, લાઇબ્રેરી, વિવિધ સમિતિઓના રૂમ, ભોજન માટે જગ્યા અને પૂરતી પાર્કિંગ સ્પેસ હશે.

આપને જણાવી દઇએ કે નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન ડિસેમ્બરમાં થવાની શક્યતા છે. જેમાં અન્ય રાજકીય હસ્તીઓ અને અધિકારીઓ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી પણ હાજર રહેવાની ધારણા છે. આ અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે નવા સંસદ ભવનના નિર્માણમાં ગુણવત્તા અને સમયસર કામ પૂર્ણ કરવાની બાબતે કોઇ સમાધાન નહીં કરવામાં આવે. નિર્માણ કાર્ય પર દેખરેખ રાખવા માટે વિશેષ સમિતિનું ગઠન કરવામાં આવશે. જેમાં લોકસભા સેક્રેટેરિયેટ, હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય, CPWD, NDMC તેમજ પ્રોજેક્ટના આર્કિટેક્ટ કે ડિઝાઇરનો સમાવેશ કરવામાં આવશે.

મહત્વનું છે કે, નવા સંસદભવનના લોકસભા ચેમ્બરમાં 888 સભ્યોની બેઠક ક્ષમતા રહેશે. જ્યારે રાજ્યસભામાં 384 સભ્યો બેસી શકશે. સૂત્રોનુસાર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં સંસદના બંને ગૃહમાં સંખ્યાની વૃદ્વિને ધ્યાનમાં રાખીને નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT