1. Home
  2. ગુજરાતી
  3. બ્લૂમબર્ગનો દાવો: એશિયામાં કોરોનાના કેસો ભારતમાં સૌથી ઝડપી દરે વધી રહ્યાં છે
બ્લૂમબર્ગનો દાવો: એશિયામાં કોરોનાના કેસો ભારતમાં સૌથી ઝડપી દરે વધી રહ્યાં છે

બ્લૂમબર્ગનો દાવો: એશિયામાં કોરોનાના કેસો ભારતમાં સૌથી ઝડપી દરે વધી રહ્યાં છે

0
  • ભારતમાં કોરોનાના કેસ સ્ફોટક રીતે વધ્યા, 1 લાખથી વધુ કેસ
  • ગત સપ્તાહમાં કોરોના વાયરસના કેસ 28 ટકાના દરે વધ્યા
  • લોકો છૂટછાટ દરમિયાન સ્વયંશિસ્તનું પાલન કરે તે આવશ્યક

એશિયા ખંડમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં ભારતમાં કોરોના વાયરસની સંખ્યા 28 ટકાના દરે વધી છે. બ્લૂમબર્ગના કોરોના વાયરસ ટ્રેક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. એક તરફ ભારતમાં કેસની સંખ્યા 1 લાખને પાર થઇ ચૂકી છે અને બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનના ચોથા તબક્કા દરમિયાન અનેક છૂટછાટ આપવામાં આવી છે.

જોન્સ હોપકિંગ યુનિવર્સિટીના આંકડા અનુસાર 130 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં કોરોના વાયરસના 101328 કેસ છે. જેમાં મંગળવારે વધુ 3000 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય અનુસાર મંગળવારે 5342 નવા કેસ નોંધાયા છે.

નોંધનીય છે કે ભારતમાં છેલ્લા સપ્તાહ દરમિયાન કોરોના વાયરસના કેસનું સંક્રમણ સ્ફોટક રીતે વધ્યું હતું. કેસોની સંખ્યામાં 28 ટકાનો વધારો થયો હતો. ટૂંકમાં ભારતમાં આ મહામારી ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે બીજી તરફ જે છૂટછાટો આપવામાં આવી છે તેમાં લોકો નિયમોનું ચુસ્તપણે પાલન કરે તેમજ સ્વયંશિસ્ત દાખતે તે ખૂબજ આવશ્યક છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.