1. Home
  2. ગુજરાતી
  3. કોરોના વાયરસનો કહેર: ભારતમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા
કોરોના વાયરસનો કહેર: ભારતમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા

કોરોના વાયરસનો કહેર: ભારતમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા

0
  • ભારતમાં ફરી કોરોનાનો કહેર, બે નવા કેસ નોંધાયા
  • એક દિલ્હીમાં અને બીજો તેલંગાણામાં નોંધાયો
  • ચીન, ઇટલી અને ઇરાન કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત
  • ભારતભરના એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનિંગ

ચીનથી શરૂ થયા બાદ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના ભારતમાં નવા બે કેસ નોંધાયા છે તેમજ આ બન્ને કેસ પોઝિટિવ આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર એક પોઝિટિવ કેસ દિલ્હીમાં તેમજ એક પોઝિટિવ કેસ તેલંગાણામાં નોંધાયો છે. હાલમાં કોરોના વાયરસગ્રસ્ત બન્ને દર્દીઓની હાલત સ્થિર છે અને તેઓને મોનિટરિંગ હેઠળ રાખવામાં આવ્યા છે.

આ અંગે સરકારે જાણકારી આપતા કહ્યું હતું કે દિલ્હીમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત વ્યક્તિએ કેટલાક સમય પહેલા ઇટલીની મુલાકાત લીધી હતી જ્યાં અત્યારસુધી કોરોના વાયરસ (કોવિડ-19)ને કારણે 41 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બીજા દર્દીએ કેટલાક સમય પહેલા દુબઇની મુલાકાત લીધી હતી.

હાલમાં ભારતભરના એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે

ભારતમાં અત્યારસુધી વાયરસના કુલ ત્રણ કેસ નોંધાયા છે અને આ દરેક કેસ કેરળમાં નોંધાયા છે. તેઓ પોઝિટિવ સાબિત થયા હતા અને આ દર્દીઓની રિકવરી થઇ ચૂકી છે.

કેરળના ત્રણ વિદ્યાર્થીઓ ચીનના વુહાનથી પરત ફર્યા બાદ કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયા હતા. જણાવી દઇએ કે પ્રાણઘાતક કોરોના વાયરસના એપી સેન્ટર ગણાતા ચીનમાં અત્યારસુધી આ વાયરસને કારણે 3,000 લોકોના મોત નિપજ્યા છે. વૈશ્વિક સ્તરે કુલ 88,000 દર્દીઓ આ વાયરસથી ચેપગ્રસ્ત છે. ચીન બાદ સૌથી વધુ મૃતાંક ઇરાનમાં 54 નોંધાયો છે.

ભારતમાં ફરી બે નવા કેસ પોઝિટિવ આવતા ભારતભરના દરેક એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત કોરોના વાયરસની અસરને જોતા સરકારે હાલમાં ચીન અને ઇરાન માટેના ઇ વિઝાને સસ્પેન્ડ કરીને ત્યાં મુસાફરી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આગળ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બીજા દેશની મુસાફરી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે તેવું આરોગ્ય મંત્રી ડૉ હર્ષ વર્ધને જણાવ્યું હતું.

તે ઉપરાંત સરકારે ભારતીયોને કોરિયા, સિંગાપોર, ઇટલી જેવા દેશની મુસાફરી ટાળવાની ચેતવણી આપી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.