in , ,

લો બોલો! અમેરિકામાં 200 રૂપિયામાં મળે છે ‘ગાયનું છાણ’, લખ્યું છે – ખાવા માટે નહીં, પૂજા માટે

  • ફ્લિપકાર્ટ-અમેઝોન બાદ હવે ઑફલાઇન સ્ટોર પર મળે છે ગાયનું સુકું છાણ
  • અમેરિકાના ન્યૂજર્સીના એડિસનમાં એક કિરાણા સ્ટોર પર મળે છે
  • આ પેકેટની કિંમત છે 214 રૂપિયા

ગાયનું સુકું છાણ ઇ કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને અમેઝોન પર વેંચાય છે તે વાત તો તમે જાણતા હશો. પરંતુ હવે ગાયનું સુકું છાણ ન્યૂ જર્સીના એડિસનમાં એક કિરાણાના સ્ટોરમાં પણ વેચાઇ રહ્યું છે. એ પણ 214 રૂપિયામાં. ટ્વીટર યૂઝર સમર હલાર્નકરે તેની તસવીર શેર કરી છે. તસવીરમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે પેકેટની અંદર ગાયનું સુકું છાણ છે.

ટ્વીટર યૂઝરે લખ્યું કે “મારા ભાઇએ તેને ન્યૂજર્સીના એડિસનમાં એક કિરાણાની દુકાનમાં જોયું. ગાયનું છાણ 214 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. પેકેટમાં ગાયના 10 સુકા છાણ મળે છે અને લખ્યું છે “ધાર્મિક ઉદ્દેશ્ય માટે, ખાવા માટે નહીં.” પેકેટમાં તે ભારતીય પ્રોડક્ટ હોવાનું લખ્યું છે.

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મેઘાલયના વિદ્રોહી સંગઠન HNLCને મોદી સરકારનો ઝટકો, લાગ્યો પ્રતિબંધ

મહારાષ્ટ્રમાં બની શકે છે ભાજપ-શિવસેનાની સરકાર, મોદી સરકારના આ મંત્રીએ કર્યો દાવો