NATIONALગુજરાતી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્ય સરસંઘચાલક ડૉ. કેશવ બલિરામ હેડગેવારની આજે પુણ્યતિથિ: જાણો તેમના વિશે

ભારત હિંદુ રાષ્ટ્ર હોવાનું ઘોષિત કરનારા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્ય સરસંઘચાલક ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારની આજે પુણ્યતિથી છે. વિશ્નના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ભલે મહારાષ્ટ્રમાં થઇ હોય પરંતુ માત્ર કેટલાક વર્ષો બાદ તેની પટકથા કાશીમાં લખવામાં આવી હતી. તેનું પરિણામ એ આવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ.કેશવ બલિરામ હેડગેવાર એ વર્ષ 1931માં 11 માર્ચના રોજ કાશી આવ્યા હતા અને 13 માર્ચના રોજ ત્યાં શાખા લગાવી હતી. સંઘનું 9 દાયકા પૂર્વનું કાશીથી પ્રારંભ થયેલું જોડાણ દિન પ્રતિદીન વિસ્તરણ કરી રહ્યું છે અને હાલમાં દેશના સૌથી મોટા સ્વયંસેવકોના સંઘ તરીકે પ્રસ્થાપિત થયું છે.

ભારત હિંદુ રાષ્ટ્ર હોવાનું ઘોષિત કરનારા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્ય સરસંઘચાલક ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારનો જન્મ નાગપુરના એક બ્રાહ્મણ પરિવારમાં 1 એપ્રિલ, 1889ના રોજ થયો હતો. ડૉ.  હેડગેવાર નાનપણથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિના હતા અને અંગ્રેજોની ગુલામીની સ્થિતિથી ખૂબ જ ઘૃણા કરતા હતા. કેશવરાવ બલિરામ હેડગેવારના પિતાનું નામ પંડિત બલિરામ પંત હેડગેવાર હતું અને તેમના માતાનું નામ રેવતીબાઈ હતું. તેમનું બાળપણ ખૂબ લાડ-પ્રેમમાં પસાર થયું હતું. તેમના બે મોટા ભાઈ હતા. તેમના નામ મહાદેવ અને સીતારામ હતા.

ડો. હેડગેવારની આજે પુણ્યતિથિ છે. ડૉ.હેડગેવાર એ ધન ધનેશ્વર મંદિર પરિસરમાં સાંજે લાગતી શાખા શરૂ કરી. શાખામાં પ્રારંભમાં મોટા ભાગે પ્રૌઢ વર્ગ જોડાતો હતો. ડૉ.હેડગેવાર કાશીમાં અંદાદે 22 દિવસ રહીને રોજ સંઘને વધુ મજબૂત કરવા માટે લોકોને મળતા હતા. લોકોને સઘમાં જોડ્યા બાદ તન-મન-ધનથી સંઘનું કાર્ય કરવા માટે શબ્દાવલી તૈયારી કરીને પ્રતિજ્ઞા પણ કરાવી. આ દરમિયાન કાશીમાં પ્રથમ સંઘચાલકની જવાબદારી બાબા સાહેબ દામલેને સોંપવામાં આવી.  

નોંધનીય છે કે ડૉ. કેશવ બલિરામ હેડગેવારે 1925ના વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના સંગઠનનો પાયો નાખ્યો હતો, તે એક તરફ ભારતના દરેક ખૂણે પહોંચી ચુક્યું છે અને બીજી તરફ દુનિયામાં જે દેશોમાં હિંદુઓની વસ્તી છે, ત્યાં પણ અસ્તિત્વમાં છે. દરેક વય અને વ્યવસાયમાં કામ કરનારા સ્વયંસેવકો વિભિન્ન સંગઠન અને સંસ્થાઓ બનાવીને કામ કરી રહ્યા છે. સામાજિક કાર્યકર્તાઓ હોય અથવા રાજકીય વ્યક્તિ, સચ્ચાઈ તો એ છે કે સંઘની અસર દરેક વ્યક્તિમાં છે. જેને કારણે આજે દુનિયાના દરેક ખૂણામાં સંઘની સાથે જોડાયેલા વ્યક્તિ મળી જાય છે.

ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવાર 1925થી 1940 એટલે કે પોતાના જીવનના આખરી શ્વાસ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પણ રહ્યા છે. 21 જૂન-1940ના રોજ ડૉ. હેડગેવારનું નાગપુરમાં નિધન થયું હતું. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે મૂલ્યો, સંસ્કારો, શિસ્તબદ્વતા, એકતા, સમાજ માટે સક્રિય ભૂમિકા નિભાવવાની ભાવના છે તે સર્વ ગુણો ડૉ.કેશવ બલિરામ હેડગેવારને કારણે જ શાખાના દરેક સ્વયંસેવકોમાં જોવા મળે છે.

(સંકેત)