in , ,

BJP સાંસદ હંસરાજ હંસની મુશ્કેલી વધી, દિલ્હી હાઇકોર્ટે ફટકારી નોટિસ

ભાજપના સાંસદ હંસરાજ હંસની મુશ્કેલીમાં વધારો થયો છે. હકીકતમાં દિલ્હી હાઇકોર્ટે હંસરાજ હંસને નોટિસ ફટકારી છે. તે ઉપરાંત કોર્ટે ચૂંટણીપંચને નિર્દેશ કર્યો છે કે 2019 ની લોકસભા ચૂંટણીને લગતા કોઇપણ દસ્તાવેજો નષ્ટ કરવામાં ના આવે. હંસરાજ હંસ પર ચૂંટણી માટેની એફિડેવિટમાં ખોટી જાણકારી આપવાનો આરોપ છે.

ચૂંટણીમાં હંસરાજ હંસના પ્રિતસ્પર્ધી અને કોંગ્રેસના ઉમેદવાર રહેલા રાજેશ લિલોઠિયાએ હંસની વિરુદ્વ દિલ્હી હાઇકોર્ટમા અરજી દાખલ કરી છે. હંસે બતાવેલી એફિડેવિટમાં તેની પત્ની પર 2.50 કરોડનું દેવું છે તેવું દર્શાવાયું છે જે વાત તદ્દન ખોટી હોવાનો આ અરજીમાં આરોપ કરાયો છે. તે ઉપરાંત હંસે તેના અભ્યાસને લઇને પણ ખોટી જાણકારી આપી હોવાનો આરોપ છે.

નોંધનીય છે કે દિલ્હીની મહત્વપૂર્ણ બેઠકમાંથી એક એવી ઉત્તર પશ્વિમની બેઠક આ વખતે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે આરક્ષિત હતી. આ જ કારણોસર કોંગ્રેસે આ બેઠક માટે રાજેશ લિલોઠિયાની પસંદગી કરી હતી. જ્યારે ભાજપે 2014 માં ચૂંટણી જીતનાર સાંસદ ઉદિત રાજની ટિકિટ કાપીને ગાયક હંસરાજ હંસને ઉમેદવાર બનાવ્યા હતા. ત્યારબાદ ઉદિત રાજ કોંગ્રેસમાં સામેલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પાંચ વર્ષમા મોદી સરકારે 312 ભ્રષ્ટાચારી કર્મીઓને નોકરીમાંથી હાંક્યાઃ આગળ પણ સીલસીલો યથાવત

બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે માત્ર 32 દિવસમાં ફાંસીનો ચૂકાદો આપ્યો