NATIONALગુજરાતી

દિગ્વિજય સિંહ વિરુદ્વ માનહાનિનો કેસ, BJP પર લગાવ્યો હતો આરોપ

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ ફરીથી એકવાર વિવાદોમાં ફસાયા છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ વિરુદ્વ રાઉજ એવેન્યૂ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરાયો છે. બીજેપી નેતા રાજેશ કુમારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરુદ્વ કેસ દાખલ કર્યો છે. દિગ્વિજય સિંહે ભાજપ વિરુદ્વ આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઇને આ કેસ દાખલ કરાયો છે.

જણાવી દઇએ કે દિગ્વિજય સિંહે કહ્યું હતું કે વધુ બિન-મુસ્લિમો ISI માટે જાસૂસી કરી રહ્યા છે. તે ઉપરાંત દિગ્વિજય સિંહે બીજેપી અને બજરંગ દળ પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પાસેથી પૈસા લેવાના પણ આરોપ લગાવ્યા. બીજેપી સખત શબ્દોમાં દિગ્વિજય સિંહના આ નિવેદનની ટીકા કરી હતી.

પોતાના નિવેદનોથી ઘેરાયા બાદ દિગ્વિજય સિંહે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે કેટલીક ચેનલો એવા સમાચાર દર્શાવી રહી છે મે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ ISI થી પૈસા લઇને પાકિસ્તાન માટે જાસૂસી કરે છે. આ સંપૂર્ણ રીતે ખોટું છે. બજરંગ દળ અને ભાજપના આઇટી સેલના પદાધિકારી દ્વારા ISI થી પૈસા લઇને પાકિસ્તાન માટે જાસૂસી કરતા મપ્ર પોલિસે પકડ્યા છે. મારા આ આરોપ પર હું કાયમ છું. ચેનલવાળા આ બધુ ભાજપને કેમ નથી પૂછતા.

Related posts
EnglishNATIONALPolitical

Politics: ‘Kamal’ continues to erode Nath’s base in MP

By Abhilash Khandekar* Bhopal: The Indian National Congress (INC) resembles the Greek mythological character Tithonus who was blessed with the boon of immortality—but…
NATIONALREGIONALગુજરાતી

ભારતમાં લોકડાઉન વચ્ચે ભાજપ જરૂરિયાતમંદોને મોદી કિટનું કરશે વિતરણ

ચોખા, તેલ અને ખાંડ સહિતનું વસ્તુનું કરાશે વિતરણ પ્રદેશ ભાજપને કરાયો કિટનું વિતરણ કરવા કર્યો આદેશ અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસ વધુ ન…
Important StoriesNATIONALPoliticalગુજરાતી

પૂર્વ CJI રંજન ગોગોઈએ રાજ્યસભાના સભ્યપદ માટે શપથ ગ્રહણ કર્યા- વિપક્ષના ડ્રામા યથાવત

સીજેઆઈ રંજન ગોગોઈએ રાજ્યસ્ભ્યાના સદસ્ય માટે શપથ લીધા વિપક્ષ દ્રારા હંગામો વિપક્ષે ઉઠાવ્યા અનેક સવાલો સંસદના બજેટ સત્રના બીજા ચરણનો આજે 12…

Leave a Reply