1. Home
  2. revoinews
  3. લો બોલો! ચલણના ખોફથી શ્વાને પણ પહેર્યું હેલમેટ, વાયરલ થયો આ ફોટો
લો બોલો! ચલણના ખોફથી શ્વાને પણ પહેર્યું હેલમેટ, વાયરલ થયો આ ફોટો

લો બોલો! ચલણના ખોફથી શ્વાને પણ પહેર્યું હેલમેટ, વાયરલ થયો આ ફોટો

0

દેશમાં લાગુ થયેલા નવા મોટર વ્હીકલ એક્ટ બાદ અનેક રાજ્યોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘ કરવા પર વાહનચાલક પાસેથી ભારે ભરખમ દંડની વસૂલાત કરાઇ રહી છે. તેનાથી ડરીને લોકો હવે નિયમોનું પાલન કરતા થયા છે તો કેટલાક લોકો વિરોધનો સુર પણ વ્યક્ત કરી રહ્યા છે.

આ વચ્ચે કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર થયા હતા જેમાં કોઇ હેલમેટ પર લાઇસન્સ લગાડ્યું છે તો કોઇએ ગાડીની આગળ કાગળ લગાડ્યા છે.

આ જ દિશામાં વધુ એક રસપ્રદ તસવીર સામે આવી છે. જેમાં એક શખ્સ પાલતુ શ્વાનને લઇને બાઇક પર જઇ રહ્યો છે જેમાં પાલતુ શ્વાને પણ માલિકની જેમ જ ચલણના ખોફથી હેલમેટ પહેર્યું છે.

હવે આ તસવીરને જોઇને લોકો ખૂબજ મજા લઇ રહ્યા છે. કોઇ કહે છે કે કાનૂનની સખ્તાઇથી શ્વાનો પણ ડરી ગયા છે. જ્યારે કેટલાક લોકોએ તેને તે વ્યક્તિનો પ્રાણીપ્રેમ કહ્યું છે. જો કે કેટલાક લોકો તેને ટ્રાફિક પોલિસનું જાગરુક્તા અભિયાન પણ કહે છે.

LEAVE YOUR COMMENT