in , ,

ED એ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની જામીનનો કર્યો વિરોધ

રાઉજ એવેન્યૂ કોર્ટમાં આપેલી અરજીમાં શનિવારે ઇડીએ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારના જામીનના વિરોધ કર્યો હતો. ઇડીએ કહ્યું હતું કે અત્યારસુધીની તપાસમાં ડીકે શિવકુમારે કોઇ સહયોગ આપ્યો નથી. અરજીમાં ઇડીએ કહ્યું કે અમારે 8-10 કલાક પૂછપરછ કરવાની હતી પરંતુ ડીકે શિવકુમાર માત્ર 4 કલાક પૂછપરછ માટે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તેઓએ આરામ માંગ્યો હતો.

ઇડી અનુસાર, ડીકે શિવકુમારે કોઇપણ સવાલનો જવાબ સીધે સીધો નથી આપ્યો. તેઓ પૂછપરછ દરમિયાન સવાલનો જવાબ યોગ્ય રીતે નહોતા આપી રહ્યા. બંધારણની કલમ 21માં રાઇટ ઑફ સાઇલેંટ અર્થાત્ જવાબ ના આપવાનો અધિકાર છે પરંતુ આ પ્રકારની ગંભીર તપાસમાં રાઇટ ઑફ સાઇલન્સ ના હોઇ શકે.

ઇડીએ કોર્ટને એ પણ જણાવ્યું હતું કે ડીકે શિવકુમારની કેટલીક પ્રૉપર્ટી વિશે જાણવા મળ્યું છે. તેમાં મોટા પાયે ખેતીની જમીન છે. શિવકુમારના ભાઇની પાસે 27 પ્રૉપર્ટીનું માલુમ પડ્યું છે જેમાંથી 10 રોકડ રકમ આપીને ખરીદાઇ છે. તેથી હાલમાં તપાસ ખૂબજ સંવેદનશીલ તબક્કામાં છે અને તેવામાં તપાસના હિત માટે જામીન ના આપવા ખૂબજ જરૂરી છે. ડીકે શિવકુમાર મની લૉન્ડરિંગના મામલામાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કચ્છના ભચાઉ હાઈવે પર કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માતમાં એકનું મોતઃ 6 ઘાયલ

TDP ના પૂર્વ સાંસદ શિવ પ્રસાદનું નિધન, ક્યારેક નારદ તો ક્યારેક સુદામા બનીને સંસદ જતા હતા