1. Home
  2. ગુજરાતી
  3. 66 મો નેશનલ ફિલ્મ એવોર્ડ, આયુષ્માન ખુરાના, વિક્કી કૌશલ બેસ્ટ એક્ટર, જુઓ પૂરી યાદી
66 મો નેશનલ ફિલ્મ એવોર્ડ, આયુષ્માન ખુરાના, વિક્કી કૌશલ બેસ્ટ એક્ટર, જુઓ પૂરી યાદી

66 મો નેશનલ ફિલ્મ એવોર્ડ, આયુષ્માન ખુરાના, વિક્કી કૌશલ બેસ્ટ એક્ટર, જુઓ પૂરી યાદી

0

દેશના 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જાહેર થઇ ચૂક્યા છે. શાસ્ત્રી ભવનના PIB કોન્ફરન્સ હોલમાં આ કાર્યક્રમ આયોજીત કરાયો છે. ફીચર ફિલ્મોની 31 શ્રેણીઓમાં નેશનલ એવોર્ડ એનાયત કરાશે. 23 નોન ફીચર અને 31 ફીચર ફિલ્મ માટે પુરસ્કાર એનાયત કરાશે. મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ માટે ઉત્તરાખંડને એવોર્ડ એનાયત કરાયો છે.

  • અહીંયા જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી
  • બેસ્ટ ફીચર ફિલ્મ – હેલારુ (ગુજરાતી)
  • બેસ્ટ ડાયરેક્શન – આદિત્ય ઘર (ઉરી – સર્જિકલ સ્ટ્રાઇક)
  • બેસ્ટ એક્ટ્રેસ – કીર્તિ સુરેશ (મહાનતી, તેલુગૂ)
  • બેસ્ટ એક્ટર – આયુષ્માન ખુરાના (અંધાધુન), વિક્કી કૌશલ (ઉરી)
  • બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર – સુધાકર રેડ્ડી યકંતી, ફિલ્મ નાલ (મરાઠી)
  • બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ – સુરેખા સીકરી (બધાઇ હો)
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – સ્વાનંદ કિરકિરે (ચુંબક)
  • બેસ્ટ મેલ પ્લેબેક સિંગર – અરિજીત સિંહ, સૉન્ગ (બિતે દિલ…પદ્માવત)
  • બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર – બિંદૂ માલિની, નાથીચરામી (કન્નડ)
  • બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે – અંધાધુન
  • બેસ્ટ ડાયલોગ – તારીખ (બંગાળી)
  • બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઇનર – ઇંદ્રાક્ષી પટનાયક, ગૌરાંગ શાહ, અર્ચના રાવ, (મહાનતી) (તેલુગૂ)
  • બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્ટર – સંજય લીલા ભણસાલી (પદ્માવત)
  • બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક – સાસ્વત સચદેવા (ઉરી)
  • બેસ્ટ કોરિયોગ્રાફી – પદ્માવત (ઘૂમર)
  • બેસ્ટ લિરિક્સ – નાથીચરામી (કન્નડ)
  • બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ – KGF (કન્નડ) અને AWE (તેલુગૂ)
  • બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મ – અંધાધુન
  • બેસ્ટ તેલુગૂ ફિલ્મ – મહાનતી
  • બેસ્ટ પંજાબી ફિલ્મ – અર્જિતા
  • બેસ્ટ અસમી ફિલ્મ – બુલબુલ કૈન સિંગ
  • બેસ્ટ મલયાલમ ફિલ્મ – સુદાની ફ્રોમ નાઇજિરિયા
  • બેસ્ટ કોંકણી ફિલ્મ – અમોરી
  • બેસ્ટ એકશન – કેજીએફ (કન્નડ)
  • બેસ્ટ લિરિક્સ – નાથીચરામી (કન્નડ)
  • બેસ્ટ ગુજરાતી ફિલ્મ – રેવા
  • બેસ્ટ તમિલ ફિલ્મ – બરામ
  • બેસ્ટ મરાફી ફિલ્મ – ભોંગા
  • બેસ્ટ રાજસ્થાની ફિલ્મ – ટર્ટલ
  • બેસ્ટ ઇન્વેસ્ટિગેશન ફિલ્મ – અમોલી
  • બેસ્ટ સ્પોર્ટ્સ ફિલ્મ – સ્વિમિંગ થ્રૂ ડાર્કનેસ
  • બેસ્ટ સોશિયલ ઇશ્યૂ ફિલ્મ – તાલા તે કુંજી
  • બેસ્ટ એનવાયરમેંટલ ફિલ્મ – ધ વર્લ્ડ મોસ્ટ ફેમસ ટાઇગર
  • બેસ્ટ ફિલ્મ ક્રિટિક એવોર્ડ – બ્લેસ જૉની અને અનંત વિજય

LEAVE YOUR COMMENT

Your email address will not be published.