in ,

લો હવે અહીંયા વાનરોની પણ થશે વસ્તી ગણતરી, આ છે કારણ

નવી દિલ્હી

દેશની રાજધાની દિલ્હીમાં વાનરોની સમસ્યા એટલી હદે વકરી છે કે સરકારે હવે દિલ્હીમાં વાનરોની વસ્તી ગણતરી કરવાનું નક્કી કર્યું છે. દહેરાદુનમાં સ્થિત વાઇલ્ડલાઇફ ઇન્સિટટ્યૂટ ઑફ ઇન્ડિયાની મદદથી આ અભિયાન હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા વાનરોને પકડવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે છત્તાં સમસ્યા યથાવત્ છે.

જણાવી દઇએ કે નગર નિગમ અને વન્ય વિભાગમાંથી વાનરોની સમસ્યાને હલ કરવાની જવાબદારી કોની છે તે જ ખબર નહોતી. ત્યારબાદ 2007 માં દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકારને વાનરો પકડવા માટે પાંજરા લાવવા તથા નગર નિગમને તેને અલગ અલગ સ્થાનો પર રાખવા માટેનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ પહેલી વાર ત્રણેય નિગમની બેઠકમાં વાનરોની ગણતરી કરવાનો નિર્ણય લેવાયો છે.

અસોલા અભયારણ્યમાં 23000 વાનરોને ખસેડાયા
નિગમ દ્વારા પહેલા પણ વાનરોને પકડીને અસોલા વન અભયારણ્ય ખાતે મોકલવામાં આવ્યા છે. તેના પર કરોડો રૂપિયા ખર્ચાયા છે. આમ છતાં ગત વર્ષે વાનરોએ લોકોને ઘાયલ કર્યા હોય તેવા 950 કિસ્સાઓ પ્રકાશિત થયા હતા. તેમાંથી બે લોકોના મોત નિપજ્યા હતા.

રહેણાંક વિસ્તારોમાં વાનરોના પ્રવેશને રોકવા માટે ન્યાયાલયે અધિકારીઓને આ વિસ્તારના બહારના અભ્યારણય ક્ષેત્રમાં 15 ફૂટ ઊંચી દિવાલ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓ મુજબ કુલ 20000 થી પણ વધુ વાનરોને અભ્યારણ મોકલાયા હોવા છતાં પણ રહેંણાક વિસ્તારોમાં ભટકતા વાનરોની કોઇ ચોક્કસ સંખ્યા માલુમ પડી નથી. તે સિવાય અભ્યારણયમાં પણ દિવાલોમાં લોંખડનો ઢાંચો હોવાથી વાનરો દિવાલ ઠેકીને ફરીથી શહેરમાં ઘૂસી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વસ્તી દિવસ: ભારતીય ઉપખંડમાં મુસ્લિમ વસ્તી વિસ્ફોટથી ખોરવાતી રિલિજિયસ ડેમોગ્રાફી, 2081માં હિંદુઓ થઈ જશે લઘુમતી

દિલ્હીમાં સરકારી જમીન પર 54 મસ્જિદ, મજાર, મદરસા અને કબ્રસ્તાન! ભાજપના સાંસદે LGને મોકલી યાદી