in ,

કોરોના ઇફેક્ટ: વસ્તીગણતરીનો પ્રથમ તબક્કો તેમજ NPR અનિશ્વિતકાળ સુધી સ્થગિત

  • દેશમાં કોરોના વાયરસના 500થી વધુ કેસ
  • કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મહત્વનો નિર્ણય
  • વસ્તીગણતરી અને NPRની કામગીરી અનિશ્વિતકાળ સુધી સ્થગિત

દેશમાં કોરોના વાયરસના અત્યારસુધી 500થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે ત્યારે તેનું જોખમ સતત વધી રહ્યું છે. આ વચ્ચે સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2021માં શરૂ થનારો વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો તેમજ નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર અપડેશન (NPR) પ્રક્રિયાને હાલ અનિશ્વિતકાળ સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.

કેટલાક રાજ્યોમાં 1લી એપ્રિલથી NPR અપડેટની કામગીરી હાથ ધરવાની હતી પરંતુ કોરોના વાયરસના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે તેમજ પીએમ મોદીએ સમગ્ર દેશમાં 14 એપ્રિલ મધરાત સુધી લોકડાઉનનો આદેશ આપ્યો છે ત્યારે આગામી આદેશ સુધી એનપીઆરની કામગીરીને સ્થગિત કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે ત્યારે હવે પછી વસ્તીગણતરી અને એનપીઆર અપડેટ માટેની નવી તારીખો જાહેર કરશે ત્યારબાદ જ દેશમાં તેની કાર્યવાહી કરવામાં આવશે.

(સંકેત)

 

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતનો નિર્ણય, કોરોનાવાયરસ સામે લડવા મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરશે એક દિવસનો પગાર

COVID-19 લોકડાઉન: ભારતીય રેલવેનો ઐતિહાસિક નિર્ણય, તમામ પ્રવાસી ટ્રેનો 14 એપ્રિલ સુધી રદ