in ,

ટિકટોકનો કેસ લડવા ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કર્યો ઇનકાર, આપ્યું આ કારણ

  • ભારત સરકારે સોમવારે 59 એપ્સ પર લગાવ્યો હતો પ્રતિબંધ, ટિકટોક પણ તેમાં હતી સામેલ
  • ટિકટોકનો કેસ લડવા ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કર્યો ઇન્કાર
  • ચાઇનીઝ એપ માટે ભારત સરકાર વિરુદ્વ જઇશ નહીં: મુકલ રોહતગી

ભારત અને ચીન વચ્ચે સરહદ પણ જોવા મળી રહેલા તણાવ બાદ ભારતમાં ચીન વિરુદ્વનો જુવાળ ફાટી નીકળ્યો છે. ભારત સરકારે સોમવારે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. જેમાં લોકપ્રિય એપ ટિકટોક પણ સામેલ છે. આ વચ્ચે ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ ટિકટોકનો કેસ લડવાથી ઇનકાર કરી દીધો છે. તેમણે ઇનકાર કરતા જણાવ્યું હતું કે, ચાઇનીઝ એપ માટે ભારત સરકારની વિરુદ્વ જઇશ નહીં.

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ચીનની વસ્તુઓનો બહિષ્કાર ઉગ્ર બની રહ્યો છે. ચીની વસ્તુઓ વિરુદ્વ બોયકોટ ચાઇનાના સૂત્રોચ્ચાર થઇ રહ્યા છે. સરકારે પણ ચીનથી આવતા માલના વપરાશ પર પ્રતિબંધનો નિર્ણય લેતા ભારતના અનેક બંદરો પર ચીનના માલસામાનનો ખડકલો થઇ ગયો છે.

આ વચ્ચે સરકારે સોમવારે સરકારે તમામ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરતી કંપનીઓને 59 ચાઇનીઝ મોબાઇલ એપ્સ પર તાત્કાલિક રોક લગાવવાના આદેશ જાહેર કર્યા હતા. સરકારે જાહેર કરેલી પ્રથમ યાદીમાં 35 એપ્સના નામ છે જ્યારે બીજી યાદીમાં 24 એપના નામ છે.

નોંધનીય છે કે સરકારના આદેશ બાદ ગૂગલ પ્લે અને એપલ સ્ટોરે પણ તેમના સ્ટોરમાંથી ટિકટોકને હટાવી દીધી હતી. ટિકટોક એ 59 એપ્સમાં સામેલ છે જેના પર સરકારે રોક લગાવી છે. ટિકટોક પર ભારતીય યૂઝર્સના ડેટા ચોરવાનો આરોપ છે. જો કે આ આરોપ પર ટિકટોકે જણાવ્યું હતું કે અમે કોઇપણ દેશની સાથે કોઇપણ યૂઝર્સના ડેટા શેર કરતા નથી.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

એપ બેન થયા બાદ, સાયબર એટેક કરી શકે છે ચીન, એલર્ટ જારી

EduTech: With $10 bn valuation, BYJU’S joins Decacorn Club