NATIONALગુજરાતી

કોલસા કૌભાંડ: ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે સહિત ત્રણને 3 વર્ષની જેલની સજા

  • વર્ષ 1999ના કોલસા કૌભાંડમાં CBIની વિશેષ અદાલતે આપ્યો ચુકાદો
  • કોલસા કૌભાંડમાં દોષિત ભૂતપૂર્વ મંત્રી સહિત ત્રણને 3 વર્ષની જેલની સજા
  • CBIની વિશેષ અદાલતમાં ત્રણેય દોષિતો રહ્યા હતા હાજર

નવી દિલ્હી: દેશના ચર્ચિત કોલસા કૌભાંડમાં ચુકાદો આવ્યો છે. કોલસા કૌભાંડમાં દોષિત ઠરેલા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રે સહિત કુલ 3 લોકોને ત્રણ વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી છે. આમ તો અગાઉની જ સુનાવણીમાં જ ત્રણેય દોષિત જાહેર થયા હતા પરંતુ ત્યારે તેઓ ગેરહાજર રહ્યા હતા.

અગાઉ કોર્ટે ત્રણેય જણને એ પછીની સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવાની તાકીદ કરી હતી. આજે આ ત્રણ દોષિતોને ત્રણ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

અહીંયા યાદ કરવા જેવું છે કે વર્ષ 1999માં ઝારખંડના ગિરિદીહ વિસ્તારની બ્રહ્મદિહા કોલસા ખાણમાં થયેલા કૌભાંડમાં દિલીપ રે સહિત કેટલાક લોકો સામે CBI તપાસ ચાલી રહી હતી. CBIની સ્પેશિયલ કોર્ટે આ ત્રણેને છઠ્ઠી ઓક્ટોબરની સુનાવણીમાં દોષિત જાહેર કર્યા હતા. એ સુનાવણીમાં આ લોકો હાજર નહોતા એટલે કોર્ટે 26 ઑક્ટોબર એટલે કે આજે સોમવારની સુનાવણીમાં તેમને અચૂક હાજર રહેવાની તાકીદ કરી હતી.

આપને જણાવી દઇએ કે CBIએ કૌભાંડીઓને આજીવન કેદની સજા કરવાની હિમાયત કરી હતી પરંતુ આરોપીઓના વકીલે એવી દલીલ કરી હતી કે આ આરોપીઓનો કોઇ આપરાધિક રેકોર્ડ નથી, આ તેમને પહેલો અપરાધ છે એટલે તેમને થોડી રાહત આપવી જોઇએ.

(સંકેત)

Related posts
BUSINESSગુજરાતી

મકાનમાલિકો અને ભાડૂતો માટે આવી રહ્યો છે નવો કાયદો, જાણો કાયદામાં શું છે જોગવાઇ

મકાન માલિક અને ભાડૂતો માટે આવી રહ્યો છે નવો કાયદો સરકાર ટૂંક સમયમાં મોડેલ ટેનન્સી એક્ટ લાવી રહી છે આ એક્ટમાં મકાનમાલિક…
NATIONALગુજરાતી

મોટર વ્હીકલના નિયમોમાં થશે ફેરફાર, તમારા વાહનની નોંધણીના નિયમો બદલાશે

દેશના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ રૂલ્સમાં થશે ફેરફાર વાહનોના માલિકોનો હકના ટ્રાન્સફર હવે સરળતાપૂર્વક થઇ શકશે રજિસ્ટ્રેશનના સમયે વાહનના માલિકને…
NATIONALગુજરાતી

લદ્દાખમાં સૈન્ય ઓછું કરવા અંગે ભારત-ચીન વચ્ચે હજુ પણ અસહમતી

ભારત-ચીન વચ્ચે અનેક મંત્રણા બાદ પણ સૈન્ય પાછું ખેંચવા અંગે અસહમતિ બંને દેશોના સૈનિકોને કાતિલ ઠંડીમાં પણ અનેક મહિના સુધી તૈનાત રહેવું…

Leave a Reply