1. Home
  2. ગુજરાતી
  3. વૈશ્વિક મંદીના એંધાણ! અમેરિકા-ચીન ટ્રેડ વૉરથી દુનિયાની ઇકોનોમીને 585 અરબ ડૉલરનો ચૂનો લાગશે
વૈશ્વિક મંદીના એંધાણ! અમેરિકા-ચીન ટ્રેડ વૉરથી દુનિયાની ઇકોનોમીને 585 અરબ ડૉલરનો ચૂનો લાગશે

વૈશ્વિક મંદીના એંધાણ! અમેરિકા-ચીન ટ્રેડ વૉરથી દુનિયાની ઇકોનોમીને 585 અરબ ડૉલરનો ચૂનો લાગશે

0

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરને કારણે વૈશ્વિક અર્થવ્યસ્થાને પણ ભારે કિંમત ચૂકાવવી પડી છે. દુનિયાના પ્રમુખ અર્થતંત્રો હાલમાં મંદીની ઝપેટમાં આવી ગયા છે. નિષ્ણાતો અનુસાર જો કોઇ નિશ્વિત સમાધાન નહીં નીકળે અને ટ્રેડ વૉર જારી રહેશે તો વર્ષ 2021 સુધીમા અમેરિકી અર્થવ્યવસ્થા ફરી મંદીના ભરડામાં સપડાઇ જશે. આ ઉપરાંત સમગ્ર દુનિયાની ઇકોનોમીને પણ અંદાજે 585 અરબ ડૉલરનો ચૂનો લાગશે.

નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગત સપ્તાહ દરમિયાન જ ચીન સાથે ટ્રેડ વૉર પૂરું કરવા માટે પહેલ કરી ચૂક્યા છે અને બન્ને દેશ આ મહિનાના અંત સુધી ફરીથી આ મામલે ચર્ચામાં ભાગ લેશે. જો કે તેની સાથોસાથ વૈશ્વિક મંદીનું પણ સંકટ તોળાઇ રહ્યું છે. દુનિયાના નવ પ્રમુખ દેશ – બ્રિટન, જર્મની, રશિયા, સિંગાપુર અને બ્રાઝીલ મંદીની કગાર પર આવી ચૂક્યા છે કે પછી મંદીની ઝપેટમાં આવી ગયા છે.

નેશનલ એસોસિયેશન ફૉર બિઝનેસ ઇકોનોમિક્સ દ્વારા કરાયેલા એક સર્વેક્ષણ અનુસાર 34 ટકા અર્થશાસ્ત્રીઓ માને છે કે મંદીમાં હવેનો નંબર અમેરિકાનો જ છે. અમેરિકી અર્થતંત્ર જે રીતે મંદ પડી રહ્યું છે અને જે સુસ્તી જોવા મળી રહી છે, તેને કારણે 2021 સુધી અમેરિકા મંદીની ઝપેટમાં આવે તેવી પૂરી શક્યતા છે.

અમેરિકા-ચીનનું ટેરિફ વૉર જારી રહેશો તો તેની વ્યાપક અસર સમગ્ર વિશ્વ પર જોવા મળશે. એક અહેવાલ અનુસાર વ્યાપારમાં જોવા મળી રહેલી અનિશ્વિતતાને કારણે વર્ષ 2021 સુધી દુનિયાના સમગ્ર ઘરેલુ ઉત્પાદનમાં 0.6 ટકાનો ઘટાડો થશે. તેનાથી ટેરિફ વધવાની પ્રત્યક્ષ અસરને બેગણી કરશે અને IMF ના અનુમાન મુજબ તેનાથી વર્ષ 2021 સુધી દુનિયાની જીડીપીમાં 585 અરબ ડૉલરની જંગી ખોટ થઇ શકે છે.

અમેરિકી સરકાર મૌદ્રિક નીતિથી આ ઝટકાની અસરને ઓછી કરી શકે છે પરંતુ તેનાથી સંપૂર્ણપણે બચવું અશક્ય છે. દુનિયાભરની કેન્દ્રીય બેંકો જો નબળી માંગને દૂર કરવા માટે સંયુક્ત રીતે કામ કરે તો પણ વર્ષ 2021 સુધી દુનિયાની જીડીપીમાં 0.3 ટકાનો ઘટાડો જોવા મળશે.

જો કે હાલના દિવસોમાં યૂરોપ, ઓસ્ટ્રેલિયા, એશિયાના ભારત સહિતના અનેક દેશોમાં કેન્દ્રીય બેંકોએ વ્યાજદર પર કાપ મૂક્યો છે જેથી કરીને ટ્રેડ વૉરની અસરને ઓછી કરી શકાય. ગત સપ્તાહ એ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ લેપટોપ, સ્માર્ટફોન જેવા ચીનની ચીજવસ્તુઓના ઉત્પાદન પર 10 ટકા વધુ આયાત કર લગાવવાના નિર્ણયને પણ ટાળ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.