1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં લગ્નની સિઝન વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, આ છે નવા રેટ્સ
દેશમાં લગ્નની સિઝન વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, આ છે નવા રેટ્સ

દેશમાં લગ્નની સિઝન વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, આ છે નવા રેટ્સ

0

દેશભરમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે પણ ઘટાડો થયો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 32 રૂપિયાનો ઘટાડો થયો છે. જો કે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

ચાંદીની કિંમતોની વાત કરીએ તો એક કિલો ચાંદીના ભાવમાં 46 રૂપિયાનો વધારો થયો છે. સોમવારે વૈશ્વિક બજારોમાં રૂપિયો મજબૂત બનવાને કારણે સોનાના ભાવમાં આ ફેરફાર જોવા મળ્યો છે.

દિલ્હી બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ પર નજર કરીએ તો સોમવારે સોનાનો ભાવ રૂ.38,574 થી ઘટીને રૂ.38,542 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1462 ડોલર પ્રતિ ઔંસ તેમજ ચાંદી 16.60 ડોલર પર બોલાતું હતું.

દિલ્હીના માર્કેટમાં એક કિલોગ્રામ ચાંદીના ભાવ 44,645 રૂપિયાથી વધીને 44,691 થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સમગ્ર દેશમાં લગ્નની સિઝન હોવાથી સોના-ચાંદીની માંગમાં પણ ઉછાળો જોવા મળ્યો છે ત્યારે સોના-ચાંદીના ભાવ ઘટતા લોકોમાં પણ ખરીદીનો વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.