in ,

પોતાને મુઘલનો વંશજ કહેનાર હબીબુદ્દીન બોલ્યા –રામ મંદિર માટે સોનાની ઇંટ આપીશ

અયોધ્યા ભૂમિ વિવાદ કેસમાં સુપ્રીમમાં દૈનિક સુનાવણી ચાલી રહી છે ત્યારે પોતાને મુઘલનો વંશજ બતાવનાર હબીબુદ્દીન તુસીએ વિવાદીત ટીપ્પણી કરતા કહ્યું છે કે મુઘલોના ઉત્તરાધિકારી હોવાના નાતે અયોધ્યાની વિવાદિત જમીન પર મારો માલિકી હક છે. જો સુપ્રીમ કોર્ટ તેને એ જમીન સોંપશે તો હું સંપૂર્ણ જમીન રામ મંદિર નિર્માણ માટે દાન કરી દઇશ. તે ઉપરાંત જો વિવાદીત ભૂમિ પર રામ મંદિરનું નિર્માણ થશે તો તે સોનાની ઇંટ દાનમાં આપશે.

હબીબુદ્દીન પોતાને અંતિમ મુઘલ બાદશાહ બહાદુર શાહ જફરના વંશ માને છે. તેમણે કહ્યું કે પહેલા મુઘલ શાસક બાબર એ અયોધ્યામાં 1529 માં બાબરી મસ્જિદ બનાવી હતી. મુઘલ વંશજ હોવાને નાતે એ જમીન પર મારો માલિકી હક હોવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જનરલ કમર જાવેદ બાજવા બીજા ત્રણ વર્ષ માટે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનના ‘બૉસ’

AI, IL&FS scams: ED summons Chidambaram, Raj Thackeray