NATIONALREGIONALગુજરાતી

વિશ્વ દિવ્યાંગ દિન: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દિવ્યાંગ બાળકો સાથે કર્યો વાર્તાલાપ

  • ગૃહમંત્રી અમિત શાહે કલોલની સરકારી શાળાના 38 દિવ્યાંગ બાળકો સાથે કર્યો વાર્તાલાપ
  • વિશ્વ દિવ્યાંગ દિન-સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વાર્તાલાપ કર્યો
  • દિવ્યાંગ બાળકોને પ્રથમવાર હવાઇમાર્ગે દિલ્હી લઇ જવાયા

વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે તેમજ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને ગાંધીનગર લોકસભામાં આવતા કલોલની સરકારી શાળામાં અભ્યાસ કરતા 38 જેટલા દિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે શિક્ષકો તેમજ દિવ્યાંગ બાળકોનાં માતાપિતા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહે દિવ્યાંગ બાળકો સાથે લાગણીસભર સંવાદ કર્યો હતો

ગુજરાતના આઇ.ઇ.ડી વિભાગના કલોલની સરકારી શાળાનાં દિવ્યાંગ બાળકોને પ્રથમવાર વિમાન મારફતે હવાઇમાર્ગે દિલ્હી લઇ જવામાં આવ્યા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસસ્થાને કરેલી મુલાકાત દરમિયાન દિવ્યાંગ બાળકો તેમજ તેમના માતા-પિતા સાથે લાગણીસભર સંવાદ કર્યો હતો તેમજ ત્યારબાદ સંસદ ભવનની મુલાકાત અને બાળકો માટે દિલ્હી દર્શન માટેની વ્યવસ્થા પણ કરાઇ હતી.

દિવ્યાંગ બાળકોએ રક્ષાબંધન સમયે બનાવેલી રાખડીઓ તેમજ દિવાળી નિમિત્તે બનાવેલ વિવિધ કલાકૃતિઓના વેચાણ મારફતે એકત્ર કરાયેલી રકમમાંથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં ગુજરાત ટુરિઝમ વિભાગે પણ સહયોગ કર્યો હતો.

Related posts
NATIONALગુજરાતી

એલ.પી.જી.સિલિન્ડરની કિંમત યથાવત રહેશે

કોરોના સંકટ વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રાંધણ ગેસની કિંમતો યથાવત્ રાખી મે મહિનામાં રાંધણ ગેસની કિંમત 162.50 રૂપિયા…
REGIONALગુજરાતી

આજથી રાજ્યમાં માસ્ક ન પહેરનારા પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલાશે

1 ઑગસ્ટથી માસ્ક ના પહેરનારા પાસેથી 500 રૂપિયા દંડની થશે વસૂલાત તે ઉપરાંત જાહેરમાં થૂંકનારા પાસેથી પણ 500 રૂપિયાનો દંડ લેવાશે અમૂલ…
REGIONALગુજરાતી

ગુજરાતના નવા DGP તરીકે આશિષ ભાટિયાની વરણી

ગુજરાતના હાલના DGP શિવાનંદ ઝા શુક્રવારે થશે સેવા નિવૃત્ત તેમના સ્થાને ગુજરાતના નવા DGP તરીકે આશિષ ભાટિયાની વરણી અનેક દિવસોથી DGPની વરણની…

Leave a Reply