NATIONALગુજરાતી

ગૃહ મંત્રાલયે 9 વ્યક્તિઓને આતંકવાદી જાહેર કર્યા, ભારત વિરોધી કૃત્યોમાં સંડોવણી

  • ભારતના ગૃહ મંત્રાલયે બુધવારે 9 લોકોને આતંકવાદી જાહેર કર્યા
  • તેમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના વાધવા સિંહ સહિતના આતંકીઓ સામેલ
  • UAPA એક્ટ, 1967 હેઠળ તેઓને આતંકવાદી જાહેર કરાયા

ભારતના ગૃહ મંત્રાલયે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના નેતા વાધવા સિંહ સહિત 9 લોકોને આતંકવાદી જાહેર કરી દીધા છે. મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે પાકિસ્તાનના આતંકી સંગઠન શિખ યૂથ ફેડરેશનના ચીફ લખબીર સિંહને પણ આતંકવાદીઓની યાદીમાં મૂકવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ 9 લોકોને અનલોફુલ એક્ટિવિસ્ટ (પ્રિવેન્શન) એક્ટ (UAPA એક્ટ, 1967) હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. ગત વર્ષે સપ્ટેમ્બર માસ દરમિયાન સરકારે આ કાયદાને લાગૂ કરીને ચાર લોકોને આતંકી જાહેર કર્યા હતા જેમાં મૌલાના મસૂદ અઝહર, હાફિઝ સઇદ, જકી-ઉર-રહમાન લખવી અને દાઉદ ઇબ્રાહિમ સામેલ છે.

આ 9 લોકોને આતંકવાદી જાહેર કરાયા

  • વાધવા સિંહ બબ્બર – પાકિસ્તાનના આતંકી સંગઠન ‘બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના નેતા
  • લખબીર સિંહ: પાકિસ્તાનમાં આવેલા મુખ્ય આતંકવાદી સંગઠન ‘ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન’ના ચીફ
  • રણજીત સિંહ: પાકિસ્તાનના આતંકી સંગઠન ‘ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ’ના મુખ્ય નેતા
  • પરમજીત સિંહ: પાકિસ્તાનના આતંકવાદી સંગઠન ‘ખાલિસ્તાન કમાંડો ફોર્સ’ના પ્રમુખ
  • ભૂપિંદર સિંહ ભિંડા: જર્મનીના આતંકવાદી સંગઠન ‘ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ’ના મુખ્ય સભ્ય
  • ગુરમીત સિંહ બગ્ગા: જર્મનીના આતંકવાદી સંગઠન ‘ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ’ના મુખ્ય સભ્ય
  • ગુરપતવંત સિંહ પન્નૂન: અમેરિકાના ગેરકાનૂની એસોસિએશન ‘શીખ ફોર જસ્ટિસ’ના મુખ્ય સભ્ય
  • હરદીપ સિંહ નિજ્જર: કેનેડામાં ‘ખાલિસ્તાન ટાઇગર ફોર્સ’ના પ્રમુખ
  • પરમજીત સિંહ: બ્રિટનમં ‘બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ’ના પ્રમુખ

મહત્વનું છે કે, આ તમામ 9 લોકો સરહદ પાર અને વિદેશ ધરતી પરથી આતંકવાદ સાથે જોડાયેલી અલગ-અલગ ગતિવિધિઓમાં સામેલ હતા. દેશમાં અસ્થિરતા લાવવાના તેમના નાપાક પ્રયત્નોમાં પંજાબમાં ઉગ્રવાદને પ્રોત્સાહન અને ખાલિસ્તાન આંદોલનમાં શામેલ હોવા જેવા કૃત્યો સામેલ હતા.

(સંકેત)

Related posts
NATIONALગુજરાતી

કોરોના દિશા-નિર્દેશમાં રિસર્ચ બાદ ગૃહમંત્રાલય દ્રારા રાજકીય રેલીઓને અપાઈ મંજુરી

 રાજકીય રેલીઓને મળી મંજુરી ગૃમંત્રાલયે કોરોના દિશા-નિર્દેશ પર સંશોધન કર્યું બુધવારના રોજ ચૂંટણીપંચે કોરોના માપદંડના કર્યો સુધારો ગૃહ મંત્રાલય દ્રારા ગુરુવારના રોજ…
NATIONALગુજરાતી

સરકારે રેસ્ટોરાં, ધાર્મિક સ્થળો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી

અનલોક 1.0 દરમિયાન કોરોના કેસમાં ઉછાળો ગૃહ મંત્રાલયે ફરીથી ધાર્મિક સ્થળો, રેસ્ટોરાં માટે ગાઈડલાઈન કરી જાહેર ગાઈડલાઈન મુજબ રાખવી પડશે આ તકેદારી…
NATIONALગુજરાતી

લોકડાઉનના સંદર્ભે 4મેથી નવી ગાઇડલાઇન લાગૂ કરવામાં આવશે: ગૃહ મંત્રાલય

કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લાગુ થયેલ લોકડાઉન 3મે રોજ થશે પૂર્ણ દેશમાં સતત વધતા કેસને કારણે લોકડાઉનનો ત્રીજો તબક્કો લાગુ થવાની…

Leave a Reply