1. Home
  2. ગુજરાતી
  3. આજે હ્યૂમન રાઇટ્સ ડે: જાણો શા માટે 10 ડિસેમ્બરે મનાવાય છે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ
આજે હ્યૂમન રાઇટ્સ ડે: જાણો શા માટે 10 ડિસેમ્બરે મનાવાય છે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ

આજે હ્યૂમન રાઇટ્સ ડે: જાણો શા માટે 10 ડિસેમ્બરે મનાવાય છે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ

0
  • આજે 10 ડિસેમ્બરે સમગ્ર દુનિયામાં મનાવાય છે હ્યૂમન રાઇટ્સ ડે
  • લોકોને તેના અધિકાર પ્રત્યે જાગરુક કરવા મનાવાય છે આ દિવસ
  • UN દ્વારા 1950માં અધિકૃત રીતે આ દિવસની કરાઇ હતી ઘોષણા

આજે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ છે. દુનિયાભરમાં દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ છે ‘સ્ટેન્ડ અપ ફૉર હ્યૂમન રાઇટ્સ’. સંયુક્ત રાષ્ટ્રએ (United Nations) 10 ડિસેમ્બર 1948 ના રોજ આ દિવસને અપનાવવાની જાહેરાત કરી હતી. જો કે અધિકૃત રીતે આ દિવસની ઘોષણા 1950માં કરાઇ હતી. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસની ઉજવણી માટે એસેમ્બલીએ દરેક દેશોને 1950માં આમંત્રિત કર્યા હતા. ત્યારબાદ એસેમ્બલીએ 423 (V) રેઝોલ્યુશન પસાર કરીને દરેક દેશો અને સંબંધિત સંગઠનોને આ દિવસને મનાવવાની સૂચના જારી કરી હતી.

શા માટે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ મનાવાય છે?
લોકોને તેઓના અધિકાર પ્રત્યે જાગરુક કરવાના ઉદ્દેશ્ય સાથે માનવાધિકાર દિવસ મનાવાય છે. માનવાધિકારમાં સ્વાસ્થ્ય, આર્થિક સામાજિક તેમજ શિક્ષણનો અધિકાર પણ સામેલ છે. માનવાધિકાર એ મૂળભૂત અધિકાર છે જેનાથી માનવીને જાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગના આધાર પર વંચિત કે ત્રાસ ના આપી શકાય.

ભારતમાં માનવાધિકાર કાનૂનનો અમલ
નોંધનીય છે કે ભારતમાં માનવાધિકાર કાનૂન 28 સપ્ટેમ્બર, 1993ના રોજ અમલમાં આવ્યો હતો. ત્યારબાદ સરકાર એ 12 ઑક્ટોબર 1993ના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગનું ગઠન કર્યું હતું. માનવાધિકાર આયોગ રાજનૈતિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્ષેત્રોમાં પણ કામ કરે છે. જેમ કે મજૂરી, HIV એઇડ્સ, સ્વાસ્થ્ય, બાળ લગ્ન, મહિલા અધિકાર. લોકોને તેના અધિકાર પ્રત્યે જાગરુક કરવાનું કામ માનવાધિકાર આયોગ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.