NATIONALગુજરાતી

કરપ્શન ઇન્ડેક્સમાં ભારત 80માં ક્રમાંકે, લોકસભામાં 88 ટકા સાંસદો કરોડપતિ

  • રાજનીતિમાં મોટા ભાગના નેતાઓ છે કરોડપતિ
  • રાજ્યસભામાં 203 એટલે કે 89 ટકા સાંસદ કરોડપતિ
  • લોકસભામાં 475 એટલે કે 88 ટકા સાંસદ કરોડપતિ

ભારતમાં કદાચ જો સૌથી વધુ કમાણી થતી હોય તો તે છે રાજનીતિમાં. ભારતમાં હવે રાજનીતિના બે પાસા છે. વ્યક્તિ પૈસાદાર હોય તો સરળતાપૂર્વક નેતા બની શકે છે અને પૈસાદાર ના હોય તો નેતા બન્યા બાદ સરળતાથી પૈસા કમાઇ શકે છે. બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન ગઇકાલે થયું. પ્રથમ તબક્કામાં 1066માંથી 375 એટલે કે 35 ટકા કરોડપતિ ઉમેદવાર છે. એક ઉમેદવારની સરેરાશ સંપત્તિ અંદાજે 2 કરોડ રૂપિયા છે.

રાજકારણમાં નેતાઓની સંપત્તિ દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી વધે છે. વર્ષ 2019માં ફરી લોકસભા ચૂંટણી લડનાર ભાજપના 170 સાંસદોની સંપત્તિ 13 કરોડથી 17 કરોડ રૂપિયા સુધી વધી. 5 વર્ષમાં શિરોમણી અકાલી દલના બે સાંસદોની સંપત્તિ સરેરાશ 115 કરોડ રૂપિયા સુધી વધી ગઇ. કોંગ્રેસના પણ 38 સાંસદોની સંપત્તિમાં સરેરાશ 60 કરોડ રૂપિયાની વૃદ્વિ જોવામ મળી હતું.

ચાલો કેટલાક આંકડાઓ પર કરીએ નજર

  • રાજ્યસભામાં 203 એટલે કે 89 ટકા સાંસદ કરોડપતિ છે.
  • રાજ્યસભામાં એક સાંસદની સરેરાશ સંપત્તિ 67 કરોડ રૂપિયા છે.
  • લોકસભાની વાત કરીએ તો લોકસભામાં 475 એટલે કે 88 ટકા સાંસદ કરોડપતિ છે.
  • અહીં એક સાંસદની સરેરાશ સંપત્તિ 93 કરોડ રૂપિયા છે.
  • કરપ્શન ઇન્ડેક્સમાં ભારત 80માં નંબર પર છે.
  • યુકે 12માં નંબરે છે.
  • કરપ્શન ઇન્ડેક્સમાં અમેરિકા 23માં નંબર પર છે.

જે ગતિએ નેતાઓ કમાણી કરી રહ્યા છે તે ગતિએ જો સામાન્ય વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય તો આવકવેરા વિભાગ તેને તરત  જ નોટિસ મોકલે અને જવાબ માંગે. જવાબ ના આપવા પર કાર્યવાહી કરે. પરંતુ નેતાઓ વિરુદ્વ કોઇપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી. તેને કોઇ સવાલ પૂછવામાં આવતા નથી જેની પાછળનું એક કારણ ભ્રષ્ટાચાર છે.

(સંકેત)

Related posts
NATIONALગુજરાતી

વર્ષ 2045 સુધીમાં ભારતમાં 15 કરોડ લોકો ડાયાબિટિસથી પીડિત હશે

વર્ષ 2045 સુધીમાં ભારતમાં 15 કરોડ લોકો ડાયાબિટિસથી પીડિત હશે ગુણવત્તાયુક્ત ખોરાક અને શારીરિક શ્રમના અભાવે ડાયાબિટિસના દર્દીની સંખ્યા વધશે હાલમાં ભારતમાં…
NATIONALગુજરાતી

આવી રહ્યું છે ચક્રવાત ‘નિવાર’, NDRFની 30 ટીમો તૈનાત

આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પુડ્ડચેરીના દરિયાકાંઠે ચક્રવાત નિવાર ત્રાટકી શકે NDRFએ રાહત અને બચાવ કાર્ય માટે 30 ટીમોને તૈયાર કરી NDRFની એક ટીમમાં…
NATIONALગુજરાતી

આયુર્વેદને પ્રોત્સાહન આપવા મોદી સરકારનો નિર્ણય, આયુર્વેદના ડૉક્ટરો હવે આંખ,નાક, ગળાની સર્જરી કરી શકશે

દેશમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવા મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય હવે આયુર્વેદના ડૉક્ટરોને આંખ, કાન, ગળાની સર્જરી કરવાની મંજૂરી આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરો 58…

Leave a Reply