in ,

ચીનને આક્રમક જવાબ આપવા ભારતે ગલવાન ખીણમાં 6 T-90 ટેન્કો ખડકી

  • પૂર્વ લદ્દાખમાં સરહદ પર ચીન અને ભારત વચ્ચેના વિવાદને લઇને વાતચીત ચાલુ
  • જો કે ચીન વાતચીતથી મુદ્દો ઉકેલવા માંગે છે પરંતુ સાથોસાથ ચાલબાજી કરી રહ્યું છે
  • ભારતીય સેના પણ ચીનની ચાલને નાકામ કરવા માટે દરેક રીતે છે સજ્જ

પૂર્વ લદ્દાખમાં સરહદ પર વિવાદને લઇને ભારત-ચીન વચ્ચે સતત વાતચીતનો દોર ચાલી રહ્યો છે. જો કે ચીન વાતચીતથી આ વિવાદને ઉકેલવાનો આગ્રહ કરી રહ્યું છે અને બીજી તરફ તેની ચાલબાજીથી પણ પાછળ હટી રહ્યું નથી. ચીનની આ હરકતોથી સજાગ ભઆરત પણ તેને હળવાશમાં લેવા માંગતું નથી અને સરહદ પર ગલવાન ખીણમાં તમામ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે. ભારતે હવે ચીન સામે ગલવાન સેક્ટરમાં ટી-90 ટેન્કો તૈનાત કરી છે. મંગળવારે ભારત-ચીન વચ્ચે લશ્કરના કમાન્ડર સ્તરની બેઠક યોજાશે જેમાં તણાવ ઓછો કરવા પર વાતચીત થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય લશ્કરે સરહદ પર ટી-90 ભીષ્મ ટેન્કોને ખડકવાનો નિર્ણય ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની કેટલીક હિલચાલને ધ્યાનમાં રાખીને કર્યો છે. ચીને ગલવાન વેલી ખાતે અનેક સ્થળે નિર્માણ કામગીરી હાથ ધરી છે. લશ્કર એલએસી પાસે પોતાના ક્ષેત્રની અંદર મુખ્ય ઊંચાઇવાળા સ્થાને હથિયારો તૈનાત કરી રહ્યું છે.

ભારતના 155 MM હોવિત્ઝરની સાથે ઇન્ફેન્ટરી યુદ્વ વાહનોને પૂર્વ લદ્દાખમાં 1597 કિલોમીટર લંબી LAC પર તૈનાત કરાયા છે. ચુશુલ સેક્ટરમાં પણ સેનાએ બે ટેન્કો તૈનાત કરી દીધી છે. ચીનની કોઇપણ ચાલનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેના સજ્જ છે. ભારતીય સેનાએ ચીનના સૈનિકો સામે લડવા માટે ગોરિલા યુદ્વ માટે નિષ્ણાંત એવા જવાનોને કેટલાક પર્વતો પર તૈનાત કર્યા છે.

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટિકટોકના બેન થયા બાદ આ એપ એ મચાવી ધૂમ

ભારત સહિત 6 દેશોની રજુઆત બાદ યુએનએ આ ડ્રાફ્ટમાં કર્યો સુધારો