1. Home
  2. ગુજરાતી
  3. ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્વ થશે તો 10 કરોડ લોકો મોતને ભેટશે : અમેરિકન યુનિવર્સિટીનો દાવો
ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્વ થશે તો 10 કરોડ લોકો મોતને ભેટશે : અમેરિકન યુનિવર્સિટીનો દાવો

ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્વ થશે તો 10 કરોડ લોકો મોતને ભેટશે : અમેરિકન યુનિવર્સિટીનો દાવો

0
  • ભારત-પાકિસ્તાન વચ્ચે 2025 સુધી વિવાદ વકરશે
  • અમેરિકાની એક યુનિવર્સિટીએ રિસર્ચમાં કર્યો દાવો
  • પરમાણુ યુદ્વ થશે તો 10 કરોડ લોકો મોતને ભેટશે

પુલવામાં હુમલો, બાલાકોટ એર સ્ટ્રાઇક અને જમ્મૂ કાશ્મીરમાંથી 370 હટાવવાના મોદી સરકારના નિર્ણય બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સતત તંગદીલી અને તણાવ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન સતત પરમાણુ યુદ્વની ધમકી આપી રહ્યું છે ત્યારે 2025 સુધી ભારત અને પાકિસ્તાન પાસેની પરમાણુ બોમ્બની તાકાત વધી જશે. બન્ને દેશો વચ્ચે જોવા મળી રહેલા તણાવને જોતા જો પરમાણુ યુદ્વ થાય તો ખૂબજ મોટા પ્રમાણમાં ખુવારી થાય તેવી સંભાવના છે. પાકિસ્તાનને વધુ નુકસાન થાય તેવી પણ સંભાવના છે. જો પરમાણુ યુદ્વ થાય તો 10 કરોડ લોકો મોતને ભેટે તેવો એક રિપોર્ટમાં દાવો કરાયો છે.

અમેરિકાની રટગર્સ યુનિવર્સિટીના એક રિપોર્ટમાં આ દાવો કરાયો છે. જમ્મૂ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પીએમ ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી પરમાણુ યુદ્વની ધમકી આપી ત્યારથી દુનિયાની નજર ફરી ભારત-પાકિસ્તાન પર પડી છે.

રિપોર્ટ અનુસાર, જમ્મૂ કાશ્મીરના મુદ્દાને કારણે પાકિસ્તાનમાં રહેલા આતંકીઓ ભારતમાં હુમલાની ગતિવિધિ તેજ બનાવી શકે છે. જેનો નિશાનો ભારતની સંસદ હોઇ શકે છે અને 2025 સુધી આ મામલાની તીવ્રતા ખૂબજ વધી જશે. જેની જવાબી કાર્યવાહીમાં ભારત પાકિસ્તાનના PoK સુધી હુમલો કરશે. આ જ કારણે યુદ્વ થાય તેવી સંભાવના છે.

હાલમાં ભારત અને પાકિસ્તાન પાસે અંદાજે 150 પરમાણુ હથિયાર છે. પરંતુ 2025 સુધી તે 200ને પાર થશે. તેથી બન્ને દેશો વચ્ચે હથિયારોની સંખ્યા 400-500 થઇ શકે છે. તેથી જ જો યુદ્વ છેડાય તો પરમાણુ યુદ્વને કારણે 10 કરોડ લોકો મોતને ભેટે તેવી આશંકા છે.

આ રિપોર્ટમાં બન્ને દેશો વચ્ચે ફેબ્રુઆરી માસમાં થયેલી લડાઇનો પણ ઉલ્લેખ છે જ્યારે ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરીન તબાહી મચાવી હતી અને પાકિસ્તાનના લડાકુ વિમાન ભારતમાં આવ્યા હતા. રિસર્ચ અનુસાર વિશ્વ યુદ્વ 2માં કુલ 80 મિલિયન લોકો મોતને ભેટ્યા હતા. પરંતુ આ તબાહી 100 મિલિયનના આંકડાને પાર કરશે.

રિસર્ચ રિપોર્ટમાં પરમાણુ યુદ્વ બાદ થનારી રેડિએશનની અસર, વનસ્પતિને નુકસાન, સૂર્યનો તડકો, શ્વાસ લેવામાં તકલીફ, ભૂખમરો, મહામારી જેવા ખતરાનો પણ ઉલ્લેખ કરાયો છે. તે ઉપરાંત રિપોર્ટમાં લખાયું છે કે જો બન્ને દેશો વચ્ચે સમાધાન નહીં થાય તો દક્ષિણ એશિયામાં તબાહીનો સૌથી કાળો ઇતિહાસ લખાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.