1. Home
  2. ગુજરાતી
  3. અહીંયા છે દેશની પહેલી વ્યંઢળો માટેની યુનિવર્સિટી, 15 જાન્યુઆરીથી પ્રવેશ શરૂ
અહીંયા છે દેશની પહેલી વ્યંઢળો માટેની યુનિવર્સિટી, 15 જાન્યુઆરીથી પ્રવેશ શરૂ

અહીંયા છે દેશની પહેલી વ્યંઢળો માટેની યુનિવર્સિટી, 15 જાન્યુઆરીથી પ્રવેશ શરૂ

0
  • દેશના વ્યંઢળ સમુદાય માટે ખુલી દેશની પહેલી યુનિવર્સિટી
  • ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં આ યુનિવર્સિટી ખોલાશે
  • અહીંયા અનુસ્નાતક ડિગ્રી સુધી વ્યંઢળો અભ્યાસ કરી શકશે

વ્યંઢળ સમુદાય માટે દેશની પહેલી યુનિવર્સિટી ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં ખોલવામાં આવશે. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ધોરણ 1 થી અનુસ્નાતક અને પીએચડીની ડિગ્રી હાંસલ કરનારા વિદ્યાર્થીઓને રિસર્ચ કરવાની તક પૂરી પાડવામાં આવશે.

આ યુનિવર્સિટી કુશીનગર જિલ્લાના ફાજિલનગર બ્લૉકમાં ખોલવામાં આવશે. આ યુનિવર્સિટી અખિલ ભારતીય કિન્નર શિક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહી છે. તેમાં અભ્યાસ તેમજ પ્રક્રિયા પહેલા જ શરૂ થઇ ચૂકી છે.

ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ. કૃષ્ણ મોહન મિશ્રાએ કહ્યું હતું કે દેશમાં પહેલીવાર એવું થઇ રહ્યું છે જેમાં દેશના વ્યંઢળ સમુદાયનાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. આ કામગીરી પહેલા જ શરૂ થઇ ચૂકી છે. 15 જાન્યુઆરીથી બાળકોને પ્રવેશ મળશે અને ફેબ્રુઆરી તેમજ માર્ચથી અન્ય કક્ષાઓ પણ શરૂ થશે.

યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ધોરણ 1થી લઇને અનુસ્નાતક ડીગ્રી સુધી અભ્યાસ કરી શકશે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી માટે રિસર્ચ કરવાની પણ તક પૂરી પડાશે. આ અંગે ધારાસભ્ય ગંગા સિંહ કુશવાહાએ કહ્યું હતું કે આ સમુદાયના લોકો પણ હવે શિક્ષણ પ્રાપ્ત કરીને દેશને એક નવી દિશામાં લઇ જવા માટે સમર્થ અને સક્ષમ બનશે.

આ પહેલ બાદ વ્યંઢળ સમુદાયમાં પણ ખુશીની લાગણી છવાઇ ગઇ છે અને તેઓએ પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ પણ શિક્ષિત થશે અને સમાજમાં સમ્માન પ્રાપ્ત કરશે. શિક્ષામાં શક્તિ હોવાથી અમારા જીવનમાં તેમજ બીજાના જીવનમાં પણ બદલાવ આવશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.