in , ,

આર્થિક મંદીને કારણે વૈશ્વિક સ્પર્ધા સૂચિમાં 10 ક્રમાંક નીચે સરક્યું ભારત, સિંગાપુર યાદીમાં પ્રથમ ક્રમાંકે

અન્ય દેશોના બહેતર પ્રદર્શનને કારણે ભારત આ વર્ષના વૈશ્વિક પ્રતિસ્પર્ધા સૂચકાંકમાં 10 સ્થાન સરકીને 68માં સ્થાન પર પહોંચી ચૂક્યું છે. સિંગાપુરે અમેરિકાને માત આપીને સર્વોચ્ચ સ્થાન કબ્જે કર્યું હતું. જિનેવા સ્થિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વાર્ષિક વૈશ્વિક પ્રતિસ્પર્ધા સૂચકાંકમાં ભારત ગત વર્ષે 58માં ક્રમાંકે હતું. ભારત આ વર્ષે બ્રિક્સ દેશોમાં સૌથી કંગાળ પ્રદર્શન કરનાર અર્થવ્યવસ્થામાંથી એક છે. મંચે બુધવારે કહ્યું હતું કે વ્યાપક આર્થિક સ્થિરતા તેમજ બજારના આકારના મામલે ભારતની રેન્કિગ સારી છે. નાણાકીય ક્ષેત્ર પણ સ્થિર છે. પરંતુ ડિફોલ્ટની સંખ્યા વધુ હોવાથી બેન્કિગ પ્રણાલી ખોરવાઇ છે. સૂચંકાક અનુસાર, કંપની સંચાલનમાં ભારતનું સ્થાન 15મું, શેરધારક સંચાલનમાં બીજુ તેમજ બજાર આકાર અને અક્ષય ઉર્જા નિયમનમાં ત્રીજુ છે.

નવીનતાની દૃષ્ટિએ પણ ભારતનું પ્રદર્શન અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓ કરતાં સારું રહ્યું છે અને વિકસિત દેશોની સમતોલ રહ્યું છે. જો કે સૂચના, સંચાર તેમજ ટેક્નોલોજી અપનાવવામાં ખરાબ પ્રદર્શન, સ્વાસ્થ્ય તેમજ ચિકિત્સાની કથળેલી સ્થિતિ તેમજ સ્વસ્થ જીવનની સંભાવનાના ખરાબ દરને કારણે અનેક ક્ષેત્રોમાં જોવા મળેલું સારું પ્રદર્શન પણ મર્યાદિત જ રહ્યું હતું. સ્વસ્થ જીવનની સંભાવના મામલે ભારત 109માં ક્રમાંકે છે. આફ્રિકાથી બહારના દેશોમાં આ ક્રમાંક સૌથી ખરાબ છે. ભારતમાં પુરુષ કામદારોની તુલનામાં મહિલા કામદારોનો ગુણોત્તર 0.26 છે.

આ મામલે ભારત 128માં ક્રમાંકે રહ્યું. પ્રતિસ્પર્ધાના રેન્કિગમાં ભારત બાદ શ્રીલંકા 84માં, બાંગ્લાદેશ 105માં, નેપાળ 108માં અને પાકિસ્તાન 110માં ક્રમાંકે રહ્યું. અધ્યયન અનુસાર વૈશ્વિક અર્થવ્યવસ્થા આર્થિક નરમાઇ માટે તૈયાર નથી. રેન્કિગમાં સિંગાપોરે અમેરિકાને માત આપીને સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. ત્યારબાદ બીજા સ્થાન પર અમેરિકા, ત્રીજા પર હોંગકોંગ, ચોથા ક્રમાંક પર નેધરલેન્ડ તેમજ પાંચમાં ક્રમાંક પર સ્વિટ્ઝરલેન્ડ છે. બ્રિક્સ દેશોમાં ચીનની સ્થિતિ સૌથી મજબૂત જોવા મળી હતી અને તે 28માં ક્રમાંકે રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 વૈજ્ઞાનિકોને કેમિસ્ટ્રીનું નોબલ પારિતોષિક, લિથિયમ બેટરી પર કામ માટે મળ્યું આ પ્રતિષ્ઠિત સમ્માન

કરાચીના પૂર્વ મેયરે ખોલી ઈમરાનખાન અને પાકિસ્તાની સેનાની પોલ, 90% લોકોને ગણાવ્યા જાહિલ