revoinews

ભારતે DRDO દ્વારા નિર્મિત ‘નાગ મિસાઇલ’નું પોખરણમાં કર્યું સફળ પરીક્ષણ

  • ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ભારતે વધુ એક મિસાઇલનું કર્યું પરીક્ષણ
  • ભારતે નાગ ટેંક ગાઇડેડ મિસાઇલના અંતિમ તબક્કાનું કર્યું સફળ પરીક્ષણ
  • આ મિસાઇલ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા નિર્મિત છે

નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતે વધુ એક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતે વોરહેડની સાથે નાગ ટેંક ગાઇડેડ મિસાઇલના અંતિમ તબક્કાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઇલનું પરીક્ષણ સવારે 6.45 કલાકે રાજસ્થાનના પોખરણી ફીલ્ડ ફાયરિંગ રેંજમાં કરવામાં આવ્યું. રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (DRDO)દ્વારા આ મિસાઇલને વિકસિત કરવામાં આવી છે.

રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન દ્વારા નિર્મિત આ દેશી મિસાઇલનું પરીક્ષણ પોખરણમાં ગુરુવારે વહેલી સવારે 06.45 કલાકે કરવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે નાગ મિસાઇલ સંપૂર્ણપણે સ્વદેશી બનાવટ છે અને આ પ્રકારની મિસાઇલોમાં ભારત દ્વારા નિર્મિત થર્ડ જનરેશનની છે. DRDO તરફથી સતત તેના અલગ અલગ ટ્રાયલ કરવામાં આવે છે.

નોંધનીય છે કે આ પહેલા પણ નાગ મિસાઇલના અન્ય ટ્રાયલ કરવામાં આવી ચૂક્યાં છે. વર્ષ 2017, 2018 અને 2019માં અલગ-અલગ રીતે નાગ મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે. જેમાં અચૂક નિશાન તાકવાની ક્ષમતા તેમજ દુશ્મનના ટેંકને ટાર્ગેટ કરી શકે છે.

(સંકેત)

Related posts
Nationalગુજરાતી

26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર SCમાં 20મીએ થશે સુનાવણી

નવા કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂતોનું આંદોલન સતત વેગ પકડી રહ્યું છે હવે ખેડૂતોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીનું કર્યું એલાન આ ટ્રેક્ટર રેલી…
Nationalગુજરાતી

CRPF-DRDOએ સંયુક્તપણે બાઇક એમ્બ્યુલન્સ બનાવી, દુર્ગમ વિસ્તારોમાં ઉપયોગી નિવડશે

CRPF-DRDOએ સંયુક્તપણે બાઇક એમ્બ્યુલન્સ બનાવી આ બાઇક એમ્બ્યુલન્સ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં ઉપયોગી સાબિત થશે પહાડી તેમજ દુર્ગમ વિસ્તારોમાં પણ બાઇક એમ્બ્યુલન્સ…
Nationalગુજરાતી

કોરોના વેક્સિનેશન અભિયાન: 2.24 લાખ લોકોને વેક્સિન અપાઇ, માત્ર 447ને આડઅસર

સમગ્ર દેશમાં શનિવારથી કોરોના વેક્સિનેશન અભિયાનનો થયો છે પ્રારંભ બે દિવસમાં કુલ 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવી . કુલ 2.24 લાખ લોકોમાંથી…

Leave a Reply