revoinews

ચીન સાથે તણાવ વચ્ચે ભારતે ક્વિક રિએક્શન મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

  • ચીન સાથે પૂર્વ લદાખ સરહદ પર તણાવ વચ્ચે ભારતે વધુ એક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ
  • ભારતે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ
  • સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ સફળતા માટે DRDOને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી: ચીન સાથે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે ભારતે પોતાના શસ્ત્ર સરંજામમાં વધુ એક ઘાતક શસ્ત્ર ઉમેર્યું છે. ભારતે એક ખાસ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે, કે જે સંપૂર્ણ સફળ રહ્યું છે. તેનું નામ ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ છે. આ સિદ્વિ માટે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDOને અભિનંદન પાઠવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ મિસાઇલે પરીક્ષણ દરમિયાન પોતાના ટાર્ગેટને સફળતાપૂર્વક નિશાન બનાવ્યું હતું. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલની બેક ટુ બેક સફળ ટ્રાયલ માટે DRDOને શુભેચ્છાઓ. તેની પહેલી લોન્ચ ટેસ્ટ 13 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. તેમાં એ સાબિત થયું છે કે, મિસાઇલ નિશાનને સફળતાપૂર્વક ટાર્ગેટ કરી શકે છે.

મહત્વનું છે કે, ભારતે ડ્રોન જેવી તમામ વસ્તુઓને તોડી પાડતી આ મિસાઇલનું સફળ પરીક્ષણ ઓડિશાના બાલાસોરમાં કર્યું હતું. બીજી તરફ, માલાબાર યુદ્વાભ્યાસનો પ્રથમ તબક્કો 3થી 6 નવેમ્બર વચ્ચે બંગાળની ખાડીમાં થયો અને આ દરમિયાન સબમરીન યુદ્વ અને દરિયાથી હવામાં માર કરવાની ક્ષમતાનો અભ્યાસ કરાયો હતો. આ યુદ્વાભ્યાસ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે છેલ્લા 6 મહિનાથી પૂર્વ લદાખ સરહદે ભારત-ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.

(સંકેત)

Related posts
Nationalગુજરાતી

પશ્વિમ બંગાળમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે વિશેષ વ્યવસ્થા આવશ્યક: ચૂંટણી પંચ

પશ્વિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ચૂંટણી પંચના અધિકારીઓ હાલ પશ્વિમ બંગાળના પ્રવાસે પશ્વિમ બંગાળમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક: ચૂંટણી પંચ કોલકાતા:…
Nationalગુજરાતી

મૂડ ઑફ નેશન સર્વે: યોગી સતત ત્રીજીવાર શ્રેષ્ઠ મુખ્યમંત્રી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાંસલ કરી સિદ્વિ યુપીના સીએમ યોગી આદિત્યનાથ દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી જાહેર મૂડ ઑફ નેશન સર્વેમાં આ તારણ…
Nationalગુજરાતી

આજે કોંગ્રેસની કાર્યકારિણી સમિતિની યોજાશે બેઠક, મળી શકે નવા અધ્યક્ષ

નવી દિલ્હી: કોંગ્રેસે શુક્રવારે પોતાની ટોચની નીતિ ઘડનારી સમિતિ કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક થવા જઇ રહી છે. આ બેઠકમાં પાર્ટીના નવા અધ્યક્ષની…

Leave a Reply