NATIONALગુજરાતી

ઘૂષણખોરી અને યુદ્વવિરામના ઉલ્લંઘન મુદ્દે ભારતીય સેનાનાં વડાએ પાકિસ્તાનને ચેતવ્યું

  • ભારતીય સેનાના વડાએ જમ્મૂમાં તૈનાત સેનાના જવાનોની લીધી મુલાકાત
  • પાક.સરહદે તૈનાત જવાનોની ઓપરેશનલ તૈયારીઓનું કર્યું નિરીક્ષણ
  • સેનાના વડાએ પાકિસ્તાનને સંઘર્ષવિરામ અને ઘૂષણખોરી અંગે ચેતવ્યું

પાકિસ્તાન દ્વારા સતત થઇ રહેલા યુદ્વવિરામના ઉલ્લંઘન વચ્ચે ભારતીય સેનાના વડા એમએમ નરવણેએ જમ્મૂમાં પાકિસ્તાન સરહદે તૈનાત જવાનોની ઓપરેશનલ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ તેમને સરહદની સ્થિતિની માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે પાડોશી દેશ પાકિસ્તાનને ઘૂષણખોરીની હરકતો અને સંઘર્ષવિરામને લઇને ચેતવ્યું હતું અને ઝીરો ટોલરન્સની નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો.

પાકિસ્તાનના પ્રોક્સિ વોર વિરુદ્વની તૈયારીઓ અંગે સેનાનાં વડાએ કહ્યું કે સરકાર અને સર્વિસીઝની તમામ એજન્સીઓ દુશ્મનનાં પ્રોક્સિ વોરને નિષ્ફળ બનાવવા માટે સંયુક્તપણે કામ કરી રહી છે અને કરતી રહેશે. તેમણે દેશના દુશ્મનો દ્વારા થતા દુસાહસનો જડબાતોડ જવાબ આપવા સેનાની કટિબદ્વતા દર્શાવી હતી તેમજ કોઇપણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા માટે સેનાની કાબેલિયત પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સેનાનાં વડાએ જમ્મુ-પઠાનકોટ વિસ્તારમાં આંતરરાંષ્ટ્રિય સરહદનાં અગ્રિમ વિસ્તારોની પણ મુલાકાત લીધી, તેમણે રાઇઝિંગ સ્ટાર હેઠળ કોર્પ્સ  હેઠળ આવનારા કઠુઆ,સામ્બા, જમ્મુ અને પઠાણકોટમાં સુરક્ષાની સ્થિતીની સમીક્ષા કરી.

(સંકેત)