in ,

INX મીડિયા કેસ: ED સમક્ષ હાજર થયા કાર્તિ ચિદમ્બરમ, બોલ્યા – દશેરાની શુભેચ્છા આપવા લીધી મુલાકાત

  • INX મીડિયા કેસમાં કાર્તિના પિતા ચિદમ્બરમ જેલમાં બંધ
  • ઇડીએ કાર્તિની ધરપકડથી છૂટને HCમાં પડકારી

INX મીડિયા કેસમાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની પણ આ મામલે પૂછપરછ થઇ રહી છે. બુધવારે કાર્તિ ચિદમ્બરમ ઇડી સમક્ષ હાજર થયા હતા.

ઇડીએ કાર્તિ ચિદમ્બરમને સમન્સ પાઠવીને બુધવારે હાજર રહેવા કહ્યું હતું. મીડિયાએ જ્યારે કાર્તિ ચિદમ્બરમને ઇડી કાર્યાલય આવવાનું કારણ પૂછ્યું તો કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે હું અહીંયા સૌને દશેરાની શુભેચ્છા આપવા આવ્યો છું.

INX મીડિયા કેસમાં કાર્તિ ચિદમ્બરમ અને તેના પિતા પી ચિદમ્બરમ આરોપી છે. પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમની થોડાક સમય પહેલા જ ધરપકડ કરાઇ છે. જો કે કાર્તિને હાલમાં ધરપકડથી સુરક્ષા મળી છે, જેને ઇડીએ હાઇકોર્ટમાં પડકારી છે. ઇડીનું કહેવું છે કે તપાસની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરીને તેની પૂછપરછ થાય તે આવશ્યક છે.

કાર્તિનું કહેવું છે કે જો ઇડી પાસે તેની વિરુદ્વ પુરાવા છે, તો તેના વિરુદ્વ ચાર્જશીટ કેમ દાખલ નથી કરતા? પી ચિદમ્બરમની સીબીઆઇએ 21 ઑગસ્ટના રોજ ધરપકડ કરી હતી અને 5 સપ્ટેમ્બરથી તે ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલમાં બંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

લો બોલો! પોલિસકર્મીને વાનરે કરી હેડ મસાજ! વાયરલ થયો આ વીડિયો

The Queens of India-5… Lakshmi bai, the Rani of Jhansi, who immortalized 1857.