1. Home
  2. ગુજરાતી
  3. ભારત આવવા તૈયાર નથી ભાગેડુ ઝાકિર નાઇક, કહ્યું – મલેશિયામાં જ થાય તેની પૂછપરછ
ભારત આવવા તૈયાર નથી ભાગેડુ ઝાકિર નાઇક, કહ્યું – મલેશિયામાં જ થાય તેની પૂછપરછ

ભારત આવવા તૈયાર નથી ભાગેડુ ઝાકિર નાઇક, કહ્યું – મલેશિયામાં જ થાય તેની પૂછપરછ

0
  • ઝાકિર નાઇકે NIAના આરોપોને પાયાવિહોણા બતાવ્યા
  • NIA મલેશિયામાં જ તેની પૂછપરછ કરે – નાઇક
  • ઝાકિર નાઇકે તેના પર લાગેલા ધર્માંતરણના આરોપો પણ ફગાવ્યા

વિવાદાસ્પદ ઉપદેશક ઝાકિર નાઇકે વધુ એક નિવેદન જારી કરીને ફરીથી પોતાના પર લાગેલા આરોપો પર લુલો બચાવ કર્યો છે. ઝાકિર નાઇકે કહ્યું કે ભારતની તપાસ સંસ્થા NIA ભાજપના ઇશારે કામ કરી રહી છે. ભારત આવવાનો ઇનકાર કરતા ઝાકિર નાઇકે કહ્યું કે જો NIA ના આઇજી તેની પૂછપરછ કરવા માંગે છે તો તેઓ મલેશિયા આવે, તેઓ મલેશિયામાં પૂછપરછમાં સહકાર આપશે. ઝાકિર નાઇકે કહ્યું હતું કે તેનું NIAને ખુલ્લું આમંત્રણ છે.

BJP પર કાઢી ભડાશ
ભારતથી ભાગીને મલેશિયામાં છુપાઇને બેઠેલા ઝાકિર નાઇકે ભાજપ પર ભડાશ કાઢી છે. ઝાકિર નાઇકે કહ્યું કે એનઆઇએએ ભાજપ પાસેથી નિર્દેશ ના લેવો જોઇએ. NIA એ ભાજપનું રાજનૈતિક હથિયાર ના બનવું જોઇએ.

મારા વિચારથી 127 લોકો પ્રભાવિત નથી થયા: ઝાકિર નાઇક
ઝાકિર નાઇકે દાવો કર્યો કે NIAએ કહ્યું છે કે તેઓએ 127 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે જે તેના વિચારથી પ્રભાવિત થઇને ભારતમાં આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે. ઝાકિરે નાઇકે NIA ના આ દાવાને ફગાવીને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. ઝાકિરે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે માત્ર સોશિયલ મીડિયા પર કોઇને ફૉલો કરવાથી કોઇ આતંકી નથી બની જાતું. પરંતુ સામગ્રીને કારણે એક વ્યક્તિ આતંકી બને છે. નાઇકે કહ્યું કે NIA પાસે આવી એક પણ સામગ્રી નથી.

20 કરોડ લોકો સુધી પહોંચે છે તેનો સંદેશ
મીડિયા અને સોશિયલ મીડિયા પર પોતાની પહોંચની હોશિયારી મારતા ઝાકિરે કહ્યું હતું કે તેનો સંદેશ 20 કરોડ લોકો સુધી પહોંચે છે અને પીસ ટીવી ચેનલ 150 દેશોમાં જોવામાં આવે છે. ઝાકિર નાઇકે કહ્યું કે ફેસબૂક પર તેના 17 મિલિયન અનુયાયીઓ છે. ઝાકિર નાઇકે તેના પર લાગેલા ધર્માંતરણના આરોપોને પણ ફગાવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.