in ,

ચંદ્રયાન-2 ચંદ્રની ભ્રમણ કક્ષામાં કરશે પ્રવેશ, ISRO અને યાન માટે કસોટીનો દિવસ

ઇસરોના મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2 માટે આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે ચંદ્રયાન આવતીકાલે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. હાલમાં ચંદ્રયાન ચંદ્ર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન-2 મિશનની શરૂઆત 22 જુલાઇના રોજ થઇ હતી. મિશનને કુલ 28 દિવસ થઇ ચૂક્યા છે અને તે 29માં દિવસે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરશે.

ઇસરોના ચીફ કે.સિવાન મુજબ ચંદ્રયાન માટે આ પડાવ મુશ્કેલ સાબિત થશે પરંતુ ઇસરોને આ પડાવમાં પણ સફળતા જ મળશે. ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ માટે યાનની ગતિમાં ઘટાડો કરવો પડશે. ચંદ્રયાન 31 ઑક્ટોબર સુધી ચંદ્રની પરિક્રમા કરશે અને ત્યારબાદ 7 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ધ્રુવ પર યાન લેન્ડ થશે.

ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં જતા સમયે જ પરીક્ષામાંથી પસાર થશે. ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ 65000 કિ.મી સુધી ચાલે છે અને તેથી જ યાનની ગતિ ઘટાડવી આવશ્યક બની રહેશે. અન્યથા ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિથી પ્રભાવિત થઇને તે ટકરાઇ પણ શકે છે. તેથી ઓનબોર્ડ પ્રોપલ્શન સિસ્ટમને ટૂંકા ગાળા માટે કાર્યરત કરવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SJM proposes government control on 5G service

જનરલ કમર જાવેદ બાજવા બીજા ત્રણ વર્ષ માટે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનના ‘બૉસ’