in , ,

વિશ્વ વસ્તી દિવસ: જમ્મૂ કશ્મીર સમગ્ર દેશને વસ્તીનિયંત્રણનો બોધપાઠ આપી રહ્યું છે

દેશના એકમાત્ર મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્ય જમ્મૂ કશ્મીરે તેની સતત વધતી વસ્તીને નિયંત્રણ રાખવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ રાજ્યમાં વાર્ષિક સ્તરે જન્મદર સતત ઘટી રહ્યો છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ખૂબ જ ઓછો છે. હાલમાં જમ્મૂ કશ્મીરમાં જન્મદર પ્રતિ હજારની જનસંખ્યાએ માત્ર 15.4 ટકા છે.

રાજ્યના અનંતનાગ જેવા દક્ષિણ કશ્મીર જિલ્લાને બાકાત કરવામાં આવે તો મોટા ભાગના જિલ્લાઓમાં વસ્તી નિયંત્રણમાં છે. જનસંખ્યા વૃદ્વિદરને નિયંત્રણ કરવા બદલ જમ્મૂ કશ્મીરને પુરસ્કાર પણ એનાયત કરાયો છે.

દેશભરના અન્ય રાજ્યોમાં વસ્તીવધારો સતત પડકારરૂપ બની રહ્યો છે. જમ્મૂ કશ્મીરમાં પણ અન્ય રાજ્યની જેમ એક સમયે જનસંખ્યા સતત વધી રહી હતી. જો કે તેને જમ્મૂ કશ્મીરના સ્વાસ્થ્ય વિભાગની ઝુંબેશની અસર કહીએ કે પછી નાગરિકોની જાગરુકતા, જમ્મૂ કશ્મીરમાં આ વસ્તીવધારાને નિયંત્રણમાં રાખવામાં તેઓને સફળતા મળી છે.

વર્ષ 1951-61 વચ્ચેની વાત કરીએ તો જમ્મૂ કશ્મીરમાં પ્રતિ હજારની જનસંખ્યાએ જન્મદર 41 હતો. જો કે 1990 સુધીમાં જન્મદર ઘટીને 30.2 ટકા થઇ ચૂક્યો છે. ત્યારબાદ સતત ઘટાડો થઇ રહ્યો છે. વર્ષ 2016માં રાષ્ટ્રીય સ્તર પર જન્મદર 20.8 હતો.

જ્યારે જમ્મૂ કશ્મીરમાં આ દર માત્ર 16.2 છે. વર્ષ 2017માં રાષ્ટ્રીય સ્તર પર જન્મદર 17 તો જમ્મૂ કશ્મીરમાં જ આ આંક 15.7 હતો. વર્ષ 2018માં રાષ્ટ્રીય સ્તરે જન્મદર 18 હતો ત્યારે જમ્મૂમાં તે 15.4 હતો. રાજ્યમાં પ્રજનન દરમાં પણ ઘટાડો થયો છે. પાંચમાં દાયકામાં અહીંયા પ્રજનન દર 5.7 ટકા હતો જે નવમા દાયકા બાદ ઘટીને 3.8 ટકા હતો જે 2018 ના અંતે માત્ર 1.7 ટકા નોંધાયો છે.

પરિવાર કલ્યાણ વિભાગના નિર્દેશક ડૉ. અરુણ શર્માએ કહ્યું હતું કે રાજ્યમાં વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે પગલાં લેવાયા છે. તે ઉપરાંત પરિવાર નિયોજન માટેની રીત અને સાધનો વિશે પણ લોકોને જાણકારી અપાઇ છે. તેની નિશુલ્ક વહેંચણી પણ કરાય છે.

આ જ કારણોસર જમ્મૂ કશ્મીરમાં સાક્ષરતા દરમાં પણ વૃદ્વિ જોવા મળી છે. લોકો પરિવારજનોની રીત અપનાવી રહ્યા છે. જમ્મૂ કશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી મનોરંજન માટેના સાધનોમાં પણ વધારો થયો છે. મૉલ, મલ્ટી પ્લેક્સના કલ્ચરનો વ્યાપ વધ્યો છે. તેને કારણે પણ વસ્તીનિયંત્રણ શક્ય બન્યું છે.

2011 ની વસ્તીગણતરીના આંકડાઓ પર એક નજર

મુસ્લિમ 68.31 ટકા
હિન્દુ 28.43 ટકા
શિખ 01.87 ટકા
બૌદ્વ તેમજ અન્ય 0.89 ટકા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કેદારનાથના પદયાત્રા માર્ગ પર ભુસ્ખલનઃ 8 લોકો ધાયલ

EDએ મેહુલ ચોક્સીની દુબઇ સ્થિત સંપત્તિ ટાંચમાં લીધી