in ,

માર્ગ પર ઉતર્યા હજારો ખેડૂતો, વિવિધ માંગોને લઇને નોઇડાથી દિલ્હી સુધી કરી પદયાત્રા

ભારતીય કિસાન સંગઠનના હજારો સદસ્ય પોતાની માંગોને લઇને દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. શનિવારે સવારે 8 વાગ્યે કિસાનો દિલ્હી તરફ રવાના થયા હતા. સંગઠનના અગ્રણીઓએ કહ્યું હતું કે તેઓની કોઇ માંગ નથી, તેઓ તેના અધિકાર માંગી રહ્યા છે. ખેડૂતોની પદયાત્રાને ધ્યાનમાં રાખીને નોઇડા પ્રશાસન પણ સતર્ક છે. ભારતીય કિસાન સંગઠનના પ્રદેશ ઉપાધ્યક્ષ દીપક સોમે જણાવ્યું હતું કે ખેડૂતોના અધિકાર માટે પદયાત્રાની શરૂઆત 11 સપ્ટેમ્બરથી સરાહરનપુરમાં થઇ હતી. હજારોની સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલિયો અને તેના વાહનોથી ચાલી રહ્યા છે.

યૂપીના ખેડૂતો નોઇડાથી દિલ્હીના કિસાન ઘાટ તરફ કૂચ કરી રહ્યા છે. તેઓ શેરડીના પાકની બાકી ચૂકવણી અને પૂર્ણ દેવા માફી મુદ્દે પ્રદર્શન કરી રહ્યા છે. જોઇન્ટ કમિશનરે જણાવ્યું હતું કે અમે યૂપી પોલિસ સાથે કામ કરી રહ્યા છીએ, અહીંયા લગભગ 500 ખેડૂતો આવી રહ્યા છે.

ખેડૂત સંગઠનોની મુખ્ય માંગો

  • ભારતના દરેક ખેડૂતનું દેવુ માફ કરવામાં આવે.
  • ખેડૂતોને સિંચાઇ માટે વીજળી નિશુલ્ક પ્રાપ્ત થાય
  • ખેડૂતો અને મજૂરો માટે નિશુલ્ક શિક્ષણ અને સ્વાસ્થય સેવાઓ ઉપલબ્ધ કરાવવી
  • ખેડૂતો-મજૂરોને 60 વર્ષની ઉંમર બાદ 5,000 રૂપિયા પેન્શન મળે
  • પાકની કિંમતો ખેડૂત પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં નક્કી થાય
  • ખેતી કરી રહેલા ખેડૂતોનું દુર્ઘટનામાં થયેલા મૃત્યુ પર શહીદનો દરજ્જો દેવામાં આવે.
  • ખેડૂતોની સાથે સાથે પરિવારજનોને પણ દુર્ઘટના વીમા યોજનાનો લાભ મળે.
  • પશ્વિમી ઉત્તર પ્રદેશમાં હાઇકોર્ટ અને એમ્સની સ્થાપના થાય
  • આવારા ગોવંશ પર પ્રતિ ગોવંશ ગોપાલકને 300 રૂપિયા મળે
  • ખેડૂતોને શેરડી મૂલ્ય ચૂકવણી વ્યાજ સહિત જલ્દી કરાય
  • દરેક દૂષિત નદીઓએ પ્રદૂષણમુક્ત કરાય
  • ભારતમાં સ્વામીનાથન આયોગની રિપોર્ટ લાગુ થાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રિપોર્ટ : દર વર્ષે બિલાડીઓ 2.6 અબજ પક્ષીઓને મારે છે, બારીઓ સાથે અથડાય છે 62.4 કરોડ પક્ષી

ટ્રમ્પે ચીનને ગણાવ્યું દુનિયા માટે ખતરો, વધતી સૈન્ય શક્તિ પર વ્યક્ત કરી છે ચિંતા